January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

આજુબાજુમાં માનવવસ્‍તી હોવાથી સ્‍થાનિકોમાં ભારે રોષ જોવા મળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03
સમરોલીમાં કેસલી રોડ ઉપર દસ થી વધુ સો-મિલ હોવાથી રહેણાંક વિસ્‍તારમાંથી લાકડા ભરેલા ભારે વાહનોની અવાર જવરથી અવાર-નવાર સ્‍થાનિકોને મુશ્‍કેલી પડી રહી છે.
સમરોલીમાં કેસલી જતા માર્ગ સ્‍થિત ફુલદેવી માતા તળાવ આસપાસના વિસ્‍તારમાં દસથી વધુ લાકડાના ડેન્‍સાઓ ધમધમે છે. અને આ ડેન્‍સાઓમાં લાકડાનો જથ્‍થો વહન કરતા ટ્રેલર જેવા ભારે વાહન પહાડ ફળીયા વિસ્‍તારમાંથી પસાર થાય છે. વધુમાં પહાડ ફળીયા પાસે તીવ્ર વળાંક હોવાથી ટ્રેલર જેવા વધુ લંબાઈના વાહનોને વળાંક કાપવામાં મુશ્‍કેલી સર્જાતી હોય છે અને માર્ગની આજુબાજુમાં ઘરો હોવાથી આવા અકસ્‍માત સમયે લોકોના જીવ પડીકે બંધાતા હોય છે.
થોડા સમયે કન્‍ટેનર અથડાતા જીવંત વીજ લાઈન તૂટી પડી હતી. આ દરમ્‍યાન આજે જીજે-21-એયું-6231 નંબરનો લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર પહાડ ફળીયા પાસે રોડની બાજુમાં ઉતરી જઈને ફસાઈ જતા ચોમાસાની સિઝન હોવાથી પલ્‍ટી જવાની દહેશતે સ્‍થાનિકોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્‍યો હતો અને સ્‍થાનિક તાલુકા સભ્‍ય નીતાબેન, અગ્રણી ચેતનભાઈ સહિતનાઓએ જાણ કરતા પોલીસ પણ ધસી આવી હતી અને ક્રેઈનની મદદથી ટ્રેલરને બહાર કાઢવામાં આવ્‍યું હતું. સ્‍થાનિકો રહેણાંક વિસ્‍તારમાંથી આ પ્રકારના સો-મિલોમાં જતા ભારેવાહનોની માનવ વસ્‍તીમાંથી અવર-જવારનો વિરોધ કરી રહ્યા છે.
તાલુકા સભ્‍ય નિતાબેને જણાવ્‍યું હતું કે, સો-મિલના ભારે વાહનોને લઈને અમારા વિસ્‍તારમાં ઉગ્ર વિરોધ છે અને તેની અવર-જવર બંધ કરાવવા ઉચ્‍ચકક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવશે.

Related posts

વાપી ડેપોમાં સફાઈ અભિયાન પ્રારંભ, અભિયાન બે મહિના સુધી કાર્યરત રહેશે

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને વી.જી.ઈ.એલ. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

vartmanpravah

મોટી દમણની ઝરી પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં દહીં હાંડી ફોડી જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment