Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ તિથલ દરિયામાં વલસાડ પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્‍સ્‍ટેબલએ રવિવારે સાંજના દરિયામાં કુદીને જીવનનો રહસ્‍યમય અંત આણી દીધો હતો. મહિલા કોન્‍સ્‍ટેબલના આપઘાતને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ સીટી પોલીસ વિભાગમાં પૂજાબેન નામની મહિલા કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ હતી. થોડા સમય પહેલાં જ તેમણે પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકેની નોકરી જોઈન્‍ટ કરી હતી. પરંતુ ગઈકાલે કોઈ અગમ્‍ય કારણોસર રહસ્‍યમય રીતે પૂજાબેનએ તિથલના દરિયામાં મોતની છલાંગ લગાવી આપઘાત કરીલીધો હતો. પોલીસને જાણ થતા પોલીસએ મહામહેનત અને શોધખોળને અંતે તેમનો મૃતદેહ શોધી કાઢી પી.એમ. માટે મોકલી આપેલ તેમજ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

દાનહઃ એક ખાનગી શાળાની સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ મામલે સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળે એસ.પી.ને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

દમણ કલેક્‍ટરાલય ખાતે કલેક્‍ટર, ડેપ્‍યુટી કલેક્‍ટર, મામલતદાર સહિત 27 લાભાર્થીઓએ લીધેલો કોરોનાનો બુસ્‍ટર ડોઝ

vartmanpravah

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

નાના ખેડૂતોના કૃષિ ઉદ્યોગ સંઘ અને જિલ્લા ખેતીવાડી સંઘના સંયુક્‍ત ઉપક્રમે પારડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાંથી એક ટેન્‍કર સહિત રૂા.24 લાખના દારૂ બિયરના મુદ્દામાલને જપ્ત કરવા દમણ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

Leave a Comment