Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

વાપીમાં એલ.આઈ.સી.ના 1300 જેટલા એજન્‍ટો કાર્યરત છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: આજકાલ આંદોલનનો દોર ચાલી રહ્યો છે. સરકારી કર્મચારીઓ બાદ એલ.આઈ.સી. એજન્‍ટોએ આંદોલનનું રણશિંગુ ફુંક્‍યુ છે. આજે સોમવારે વાપી એલ.આઈ.સી. કચેરી પાસે વિવિધ માંગણીઓ માટે એક દિવસની હડતાલ પાડી આંદોલનનો માર્ગ અખત્‍યાર કર્યો હતો.
વાપી એલ.આઈ.સી. કચેરી સામે સુરત-વાપીના એલ.આઈ.સી. એજન્‍ટો આજે હડતાલ પાડી હતી. કામકાજથી અગળા રહી કોઈપણ પ્રિમિયમ આજે ભરવાની કામગીરીથી દૂર રહ્યા હતા. એલ.આઈ.સી. એજન્‍ટોને પૂછપરછ કરતા તેમણે જણાવેલ માંગણીઓ મુજબ પોલીસ હોલ્‍ડરોનું લાંબા સમયથી બોનસ વધારવામાં નથી આવતું. તેમજ એજન્‍ટના કમિશનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છેતેમજ એલ.આઈ.સી. હોલ્‍ડરો પાસેથી કમિશનમાં કાપ મુકવાનું જણાવી રહી છે. અમુક બાબતો એલ.આઈ.સી.ની એવી છે કે પોલીસી ધારકો ઉપર બર્ડન વધઈ રહ્યું છે. જેમ કે પોલીસ ઉપર જી.એસ.ટી. ચાર્જ થઈ રહ્યો છે તે ના થવો જોઈએ. એજન્‍ટોએ પી.એફ. વિગેરેના લાભ નથી અપાતા. આવી માંગણીઓ આધિન એજન્‍ટોએ આજે હડતાલ પાડી હતી તેમજ ઓફીસના તમામ કામકાજોથી વેગળા રહીને પોતાનો વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘વિશ્વ યોગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રોડ ઉપર કોથળામાં ભરેલ ગાય વાછરડીનું શબ મળી આવતા ચકચાર

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

વાપી ચણોદ ગ્રામસભા રસ્‍તાના મુદ્દે જમીન માલિકો આમને સામને આવતા સભા તોફાની બની

vartmanpravah

આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ હાલર પ્રાથમિક શાળામાં ભણતા દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબનું લોકાર્પણ કરાશે

vartmanpravah

Leave a Comment