(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.05
ઉદવાડા માંગેલવાડ ખાતે રહેતા ઉમેશભાઈ તુલસીદાસ માંગેલા ઉદવાડા ગામ ઝંડા ચોક ખાતે આવેલ કે.જી.એન બિરયાની સેન્ટર ખાતે ચીકન લેવા માટે ગયા હતા. ચિકનની લારી ચલાવતા ઈકબાલ ખાન નજીર ખાન પાસે ચિકન ન હોય એમણે ચિકન આપવાની ના પાડી હતી. થોડા સમય બાદ અન્ય એક ગ્રાહક ચિકન લઈને ઈકબાલ ખાન પાસે આવતા તે આ ચિકન શેકી આપતો હતો. આ દરમિયાન ઉમેશ પોતાની સાથે રાજેશભાઈ અને ધ્રુવને સાથે લઈ ફરી એકવાર ચિકનની લારી પર આવી મને કેમ ચિકનની ના પડી એવું કહી ઇકબાલ ખાનને ઢીક્કા મૂક્કીનો માર માર્યો હતો ની ફરિયાદ ઈકબાલ ખાને પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જ્યારે બીજી તરફ ઉમેશભાઈએ પણ ચિકન લેવા જતા ચિકન લારી ચલાવતા ઈકબાલખાને રાજેન્દ્રને લાકડીના સપાટા ગરદનના ભાગે અને ધ્રુવને પગના ભાગે માર્યા હોવાની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આમારામારીમાં રાજેશભાઈને વલસાડ સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. બંનેની સામ સામે ફરિયાદ લઈ વધુ તપાસ પારડી પોલીસે હાથ ધરી છે.
—-