Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

નાના ખેડૂતોના કૃષિ ઉદ્યોગ સંઘ અને જિલ્લા ખેતીવાડી સંઘના સંયુક્‍ત ઉપક્રમે પારડી ખાતે સેમિનાર યોજાયો

મૂડી અનુદાન ભંડોળ, ક્રેડિટ ગેરંટી ફંડ અને ક્રેડિટ લીંક યોજના વિશે વિસ્‍તૃત ચર્ચાઓ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07

નાના ખેડૂતોના કૃષિ ઉદ્યોગ સંઘ(SFAC) ભારત સરકાર અને જિલ્લા ખેતીવાડી અધિકારી વલસાડના સંયુક્ત ઉપક્રમે પારડીના ખેડૂત તાલીમ કેંદ્ર ખાતે ૭મી જૂનના રોજ ખેડૂત ખેત ઉત્પાદક કંપની માટે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે ખેડૂતોને કૃષિ વિકાસમાં ઉપયોગી બનતી સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ સેમિનારમાં મૂડી અનુદાન ભંડોળ (EGF), ક્રેડિટ ગેરેંટી ફંડ (CGF) અને ક્રેડિટ લીંક યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મૂડી અનુદાન ભંડોળ (EGF) અને ક્રેડિટ ગેરેંટી ફંડ (CGF) ખેડૂત ઉત્પાદક કંપની સાથે જોડાયેલા ખેડૂતોને સશક્ત બનવવા માટેની મુખ્ય યોજનાઓ છે. જ્યારે ક્રેડિટ લીંક યોજનાનો મુખ્ય હેતુ દેશનાં શહેરી ગરીબ વસ્તીને આવાસ આપવાનો છે. સેમિનારમાં આ યોજનાઓનો લાભ લેવા માટેની યોગ્યતા, અરજી કરવાની પ્રક્રિયા અને મળતી સહાય વિશે જણાવાયું હતું.

જેમકે મૂડી અનુદાન ભંડોળ (EGF) યોજના ખેડૂત ઉત્પાદક કંપનીઓના વેપારમાં, ગુણવત્તામાં, કંપનીના સદસ્યોના પ્રભુત્વ અને ભાગીદારીમાં વધારો કરવા માટે ઉપયોગી છે. ક્રેડિટ ગેરેંટી ફંડ (CGF) યોજના લોન આપતી સંસ્થાઓને લોન આપવા માટે પૂરતી મૂડી પુરી પાડે છે તથા ખેડૂત ઉત્પાદક કંપનીઓને ૧ કરોડ રૂપિયા સુધીની લોન આપે છે તેમજ લોન લેવામાં કોઈ જ જોખમ રહેલું નથી. ક્રેડિટ લીંક યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગો અથવા ઓછી આવકવાળા લોકો કે જેઓ ઘર માટે લોન લેવા માંગે છે એમને સબસીડી મળે છે. આ યોજનાનો લાભ માત્ર એવા જ લોકોને મળશે કે જે વ્યક્તિના કે તેના પરિવારના કોઈપણ સભ્યના નામે ભારતના કોઈપણ ભાગમાં પાકું મકાન ન હોય.

આ સેમિનારમાં સુરેન્દ્ર કટિયાર, સિનીયર રિજનલ મેનેજર-ભારત સરકાર, એ.કે.ગરાસિયા જિલ્લા ખેતીવાડી અધિકારી-વલસાડ, સુરેશભાઇ પટેલ, એલ.ડી.એમ. બેંક ઓફ બરોડા-વલસાડ, ગૌરવકુમાર નાબાર્ડ-વલસાડ, શ્રી ચાવલ, બાગાયત અધિકારી, ચેરીબેન, પશુચિકીત્સા અધિકારી-પારડી, ૪(ચાર) ખેડૂત ખેત ઉત્પાદક સંઘના હોદ્દેદારો, વિસ્તરણ અધિકારી ખેતી અને ગ્રામ સેવક ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

પારડીના પરિવારે દીકરાની વર્ષગાંઠ નિરાધાર અને જરૂરીયાતમંદ બાળકો વચ્‍ચે ઉજવી નવો રાહ ચીંધ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોરલ સપોર્ટ માટે વલસાડ જિલ્લામાંથી નિકળેલા કોંગ્રેસ કાર્યકરોને બગવાડા હાઈવે-કરમબેલામાં પોલીસે અટકાવ્‍યા

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

Leave a Comment