Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

મારઘાના પાંજરામાં ઘૂસી આઠ મરઘાંનું મારણ કરી પાંજરામાં પડી રહેલો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક આવેલ સરોધી ગામમાં રહેતા ખેડૂતના ઘરે આજે ગુરુવારે મહાકાય અજગરનું રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું.
સરોધીમાં રહેતા રાજુભાઈના ઘર પાસે મરઘાનું પાંજરું વાડામાં રાખેલ છે. જેમાં રાજુભાઈની પત્‍નીએ સવારે 10 વાગે પાંજરામાં મહાકાય અજગર જોયો હતો પરંતુ મરઘાં નહોતા તેથી નક્કી અજગર મરઘાંનું મારણ કરી ગયાનું જણાયું હતુ. તેથી રાજુભાઈએ રેસ્‍કયુ ઓપરેશન ગ્રુપને જાણ કરી હતી. ઓપરેશન ગ્રુપે આવીને અજંગરનું રેસ્‍કયુ કરીને જંગલ વિભાગને સોંપી દીધો હતો. અજગરનું વજન 26 કિલોગ્રામ હતું. જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં અવારનવાર અજગર સાપ જેવા જાનવરો જોવા મળી રહ્યાં છે તેમાં પણ ચોમાસામાં ખાસ જોવા મળે છે.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

પડતર માંગણી મુદ્દે વિરોધઃ વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા 20 ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વલસાડની સેગવા પ્રાથમિક શાળામાં કુદરતી આપત્તિ માર્ગદર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

Leave a Comment