પારડી લગ્નપ્રસંગમાં ગયેલ આદિવાસી પરિવારને અકસ્માત નડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: ગણદેવીના ઓરિયા વિસ્તારનો આદિવાસી પરિવાર સગા સંબંધી, સ્નેહીઓ સાથે પારડી લગ્ન પ્રસંગે ગયો હતો. છોટા હાથી ટેમ્પોમાં પરિવાર લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહ્યો હતો ત્યારે ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્પો પલટી જતા અકસ્મતામાં 20 જેટલા લોકો ઘાયલ થયા હતા.
ગણદેવી ઓરિયા વિસ્તારનો આદિવાસી પરિવાર છોટા હાથી ટેમ્પોમાં બેસીને પારડીથી લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહેલ ત્યારે ગણદેવી ગોયદી ગામ પાસે ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. અકસ્માતમાં 20 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા ધારાસભ્ય નહેશભાઈ પટેલ, સામાજીક આગેવાનો, મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.