August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં અતિશય વરસાદ પડતા 20 જેટલા માર્ગો બંધ કરાયા

જિલ્લા પંચાયત દ્વારા જાહેર સલામતિ માટે કરાયેલી જાહેરાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ તમામ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં પડી રહ્યો છે. તેથી વલસાડ જિલ્લા પંચાયતે સર્વે કર્યા બાદ જિલ્લાના વિવિધ 20 જેટલા માર્ગો બંધ રાખવાની આજે જાહેરાત કરી હતી.
વરસાદનો બીજો રાઉન્‍ડ હાલમાં ચાલી રહ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત વરસી રહેલા વરસાદથી અનેક ખાના ખરાબી સર્જાઈ છે. જિલ્લાના વિવિધ માર્ગો પાણીમાં ગરકાવ થયા છે તો ક્‍યાંક કોઝવે ઓવરફલો થઈ રહ્યા છે તેથી જાહેર સલામતિને ધ્‍યાને રાખીને વલસાડ જિલ્લા પંચાયતે 20 જેટલા માર્ગો બંધ રાખવાની જાહેરાત કરી છે. કારણ કે હજુ બે થી ત્રણ દિવસ વધુ વરસાદ આવવાની આગાહી હવામાન ખાતાએ કરી છે અને તે મુજબ લગાતાર રાત-દિવસ વરસાદ પડી પણ રહ્યો છે. નદી, નાળા, કોઝવે અને નિચાણવાળા વિસ્‍તારો વરસાદી પાણીમાં ઠેર ઠેર થઈ રહ્યા છે તેથી રસ્‍તાઓપણ પાણીમાં ડૂબી જવાથી રસ્‍તાઓ જાહેર હીતને ધ્‍યાને લઈ જિલ્લા પંચાયતે 20 રસ્‍તા બંધ કર્યા છે.

Related posts

વાપીમાં મૃતકોને અંતિમ ધામની નિઃશુલ્‍ક સેવા આપતી મોક્ષધામ રથ સમિતિએ ફરી રથ કાર્યરત કર્યો

vartmanpravah

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

આજે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલ વાપીમાં પધારશે

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાધાબાઈ વાંચનાલયમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના નવા પુસ્‍તકો અર્પણ કરાયા

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાશે વન રક્ષક સંવર્ગ-૩ની ની પરીક્ષા

vartmanpravah

Leave a Comment