મારઘાના પાંજરામાં ઘૂસી આઠ મરઘાંનું મારણ કરી પાંજરામાં પડી રહેલો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક આવેલ સરોધી ગામમાં રહેતા ખેડૂતના ઘરે આજે ગુરુવારે મહાકાય અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
સરોધીમાં રહેતા રાજુભાઈના ઘર પાસે મરઘાનું પાંજરું વાડામાં રાખેલ છે. જેમાં રાજુભાઈની પત્નીએ સવારે 10 વાગે પાંજરામાં મહાકાય અજગર જોયો હતો પરંતુ મરઘાં નહોતા તેથી નક્કી અજગર મરઘાંનું મારણ કરી ગયાનું જણાયું હતુ. તેથી રાજુભાઈએ રેસ્કયુ ઓપરેશન ગ્રુપને જાણ કરી હતી. ઓપરેશન ગ્રુપે આવીને અજંગરનું રેસ્કયુ કરીને જંગલ વિભાગને સોંપી દીધો હતો. અજગરનું વજન 26 કિલોગ્રામ હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર અજગર સાપ જેવા જાનવરો જોવા મળી રહ્યાં છે તેમાં પણ ચોમાસામાં ખાસ જોવા મળે છે.