Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ઉમરગામ પાલિકાના કર્મચારીઓને હડતાલના પગલે પ્રજાને વેઠવા પડી રહેલી ભારે મુશ્‍કેલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: રાજ્‍યમાં પાલિકાના કર્મચારીઓએ પડતર માંગણીઓ તરફ ધ્‍યાન દોરવા હડતાલનું શષા અપનાવેલું છે. આજે હડતાલનો પાંચમો દિવસ હતો પરંતુ સરકાર ટસ થી મસ ના થતા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન ગાંધીનગર સેક્‍ટર – 7 ના પોલીસ કર્મચારીઓ ધસી આવી મંડળના આગેવાનોને બળ પ્રયોગનો ધમકી આપી ગેરકાયદેસર રીતે અટક કરતા રાજ્‍યની તમામ પાલિકાના કર્મચારીઓમાં રોષની લાગણી ફલાઈ જવા પામી છે. આ ઘટનાને તમામ પાલિકાના કર્મચારીઓ દ્વારા વખોડવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્‍યની તમામ પાલિકાના કર્મચારીઓની હડતાલમાં ઉમરગામ પાલિકાના કર્મચારીઓ પણ જોડાયેલા છે. છેલ્લા પાંચ દિવસથી રોજિંદા કામકાજથીકર્મચારીઓ દૂર રહેતા પાલિકાવાસીઓને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાના કર્મચારીઓ દ્વારા આવતી કાલથી લાઈટ, પાણી અને સાફ-સફાઈની કામગીરી પણ બંધ કરવામાં આવશે એવું પાલિકાના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્‍યું છે. આમ પાણી અને લાઈટ તદુપરાંત સાફ-સફાઈની કામગીરી જો બંધ કરવામાં આવે તો ભારે અરજકતા સર્જવાની શકયતા નકારાતિ નથી જેના કારણે પાલિકા વાસીઓની મુશ્‍કેલીમાં વધારો થશે એવું જણાવી રહ્યું છે.

Related posts

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

વિટામીન બી અને સી થી ભરપુર બાગાયત ખાતાની સરગવાની સિંગની ખેતીમાં સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

Leave a Comment