June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

કવલજીતસિંગ રાજવીરસિંગએ બેડરૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી ચલામાં આવેલ કોટક મહિન્‍દ્રા બેંકના બ્રાન્‍ચ હેડ મેનેજરે ગુરુવારે વલસાડના જુજવા ગામે આવેલ તેમના બંગલાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડ જુજવા ગામે કુબેર રેસિડેન્‍સી બ્‍લોક નં.799 માં રહેતા કવલજીતસિંગ કે તેઓ વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. મોટાભાઈ અને પરિવાર સાથે રહે છે. ગુરૂવારે કવલજિતસિંગની બેડરૂમમાં પંખે લટકતી લાશ પરિવારજનોએ જોતા માથે આભા તૂટી પડયું હતું. નાનો ભાઈ અમરજીતસિંગ સેલવાસ ફરજ ઉપર ગયા હતા. તાત્‍કાલિક વલસાડ આવી પહોંચ્‍યા હતા. રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જાણવા મળ્‍યા મુજબ મૃતક કવલજીત લગ્નેતર સંબંધના લીધે માનસિક તાણ અનુભવતો હોવાથી અંતિમ કદમ ભર્યાનું મનાઈ રહ્યું છે.

Related posts

વલસાડ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરામાં વધારા સામે નોંધાયેલો વિરોધ

vartmanpravah

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

નુમા ઈન્‍ડિયા એકેડેમી-દમણના 5 યોગ ખેલાડીઓની ‘રાષ્‍ટ્રીય યોગા ઓલમ્‍પિયાડ’ માટે થયેલી પસંદગી

vartmanpravah

દમણની જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદોઃ પિતરાઈ ભાઈની હત્‍યાના આરોપીને આજીવન જેલની સજા

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

vartmanpravah

ખાનવેલના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવારે જન્‍મ દિવસે તિથિ ભોજન અપાયું

vartmanpravah

Leave a Comment