October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે ખડકી બ્રિજ પાસે રીક્ષા-બાઈક વચ્‍ચે અકસ્‍માત

  • ઘાયલ બાઈક ચાલકને 108ના સ્‍ટાફે હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ યુવકની ઓફીસ કેશ ભરેલ બેગ પરિવારને સોંપી

  • 108 એમ્‍બ્‍યુલન્‍સ પાયલોટ સાગર પટેલ અને ફરજ પરના સ્‍ટાફે માનવતા મહેકાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લા અને રાજ્‍યમાં 24 કલાક રાઉન્‍ડથી દોડતી 108 એમ્‍બ્‍યુલન્‍સ અનેક કરુણ ઘટનાઓની નિરંતર સાક્ષી બનતી રહે છે. તેમાં પણ અનેકવાર માનવતા ભરી કામગીરી 108નો સ્‍ટાફ બજાવતો રહ્યો છે. તેવો વધુ એક બનાવ આજે પારડી ખડકી હાઈવે ઉપર રિક્ષા અને બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ઘાયલ બાઈક ચાલક યુવાનને પારડી સારવાર માટે ખસેડાયો હતો.
સામાન્‍ય લાગતા આ અકસ્‍માતમાંપોઝિટીવ ન્‍યુઝ પણ છે. પારડી શાંતિક્રૂજ એપાર્ટમેન્‍ટમાં રહેતા બીપીન ગોવિંદભાઈ ટંડેલ (ઉમરસાડી) તેમની બાઈક નં.જીજે 15 વીક્‍યુ 6533 ઉપર સવાર થઈને ઓફીસ કામે જઈ રહ્યા હતા ત્‍યારે ખડકી હાઈવે બ્રિજ ઉપર બાઈક અને રિક્ષા ભટકાયા હતા. જેમાં બાઈક ચાલક બીપીન ટંડેલ નીચે પટકાતા ગંભીર ઈજા સાથે ફેક્‍ચર થઈ ગયા હતા. ઘટના બાદ 108 એમ્‍બ્‍યુલન્‍સમાં ઘાયલ બીપીનને મોહન દયાળ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેમની પાસે ઓફીસની કેશ ભરેલ બેગ પણ નીચે પડી ગયેલી તેથી 108 ના પાયલોટ સાગર પટેલએ કેશ ભરેલી બેગ પણ સંભાળી લીધી હતી. ત્‍યાર બાદ પરિવારજનોને 108ના સ્‍ટાફે કેશ ભરેલ બેગ સુપરત કરીને માનવતા ભરી પ્રેરક કામગીરી ઉજાગર કરી હતી.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવામાં સમગ્ર ભારતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડમાં જાનૈયા બન્‍યા ગુંડા : કાર પાર્કિંગ મામલે નનકવાડામાં જઈ યુવાનને ઢોર માર માર્યો

vartmanpravah

વલસાડ તિથલ બીચ ઉપર અજાણ્‍યા વૃધ્‍ધે આપઘાતની કોશિષ કરી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની અડફેટમાં આવી ગયેલ મોપેડ સળગી ખાખ થઈ ગયું

vartmanpravah

Leave a Comment