Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દીવ એજ્‍યુકેશન ડિપાર્ટમેન્‍ટ, સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દીવ કલેકટર ફવર્મન બ્રહ્માની અધ્‍યક્ષતા અને માર્ગદર્શનમાં દીવ જિલ્લાના વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો સંચાર થાય તેને લઈને ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અગાઉ દીવ ડિસ્‍ટ્રીકટની વિવિધ સ્‍કુલોમાં ક્‍વીઝ કોમ્‍પિટિશન કરવામાં આવી અને દરેક શાળામાંથી વિવિધ સ્‍તરે વિજેતા બનીને આજે જિલ્લા સ્‍તરીય ક્‍વીઝ કોમ્‍પિટિશનમાં 12 વિદ્યાર્થીઓ પહોંચ્‍યા હતા. ક્‍વીઝ કોમ્‍પિટિશન દરમિયાન છ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં વિવિધ રાઉન્‍ડ દ્વારા ત્રણ ટીમ વિજેતા બન્‍યા હતા જેમાં પ્રથમ આર્યભટ્ટ ટીમ દ્વિતિય ટીમ રામાનુજન અને તૃતિય સ્‍થાને વિવેકાનંદ ટીમ વિજેતા થઈ હતી. પ્રથમને 8000, દ્વિતિયને 6000 અને તૃતિય વિજેતાને 4000 રૂપિયા રોકડ રકમ આપવામાં આવી હતી. આ ક્‍વીઝકોમ્‍પિટિશન ખૂબજ રસસ્‍પદ હતી. આ પ્રસંગે ડેપ્‍યુટી કલેકટર શિવમ મિશ્રા, મામલતદાર ધર્મેશ દમણિયા, ડિસ્‍ટ્રીકટ પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, શિક્ષકગણ વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવા કાયદાના વિરોધમાં ચીખલીમાં સતત બીજા દિવસે પણ ટ્રક ચાલકોની હડતાળ યથાવત

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

vartmanpravah

પારડીની બગવાડા હાઈસ્‍કૂલમાં ગીતા જયંતિના પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

કૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”ની ઉજવણી થઈ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતે દરેક ગ્રામ પંચાયતોમાં કરેલી સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment