Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ મુખ્‍ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા મતદારો માટે વોટ્‍સ એપ સેવા શરૂ કરાઈ

વોટ્‍સ એપ નંબર 72858 11950 ઉપરથી ચૂંટણી સંબંધિત તમામ જાણકારીઓ ઘરબેઠાં મળી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની જનતા જણાવવામાં આવે છે કે મુખ્‍યચૂંટણી અધિકારીનું કાર્યાલય, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે મતદારો માટે આ નંબર 72858 11950 ઉપર વોટ્‍સ એપ સેવા શરૂ કરી છે. જ્‍યાં મતદારો સરળતાથી ચૂંટણી સેવાઓ સંબંધિત માહિતી મેળવી શકે છ. ખાસ કરીને નાગરિકોને નીચે મુજબ ચૂંટણી સંબંધી સેવાઓને તેમના ઘરથી જ સરળતાથી અને સુવિધા સાથે મેળવવા માટે સક્ષમ બનાવશે, એટલે કે મતદાર યાદીમાં નામ શોધવુ, મતદાર નોંધણી બાબતે જાણકારી, તેમના બીએલઓ વિશે જાણવું, તેમના ઉમેદવારના બાબતે જાણવું, તેમના અરજીની પરિસ્‍થિતિની બાબતમાં જાણવું, સુધારો/સ્‍થળાંતર/ડુપ્‍લીકેટ એપિકની અરજીની સ્‍થિતિ બાબતે જાણવું અને અન્‍ય ચૂંટણી સંબંધિત સેવાઓ વગેરે. આ સેવાનો ઉપયોગ કાર્યાલયના સમય અને કાર્યાલયના કામના દિવસો દરમિયાન કરવામાં આવી શકે છે.
આ બાબતની માહિતી દાદરા નગર હવેલી અને દમણ-દીવના સંયુક્‍ત મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રી આશિષ મોહનની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વસુંધરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વૈદુ ભગત ઉજવણી મનાલા ખાતે યોજાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah

સગર્ભા અને પ વર્ષ સુધીના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટે વલસાડ તાલુકામાં બાલ પોષણના પ્રોજેક્‍ટનો શુભારંભ

vartmanpravah

દાનહ કોંગ્રેસે 2 ઓગસ્‍ટ-‘દાનહ મુક્‍તિ દિવસ’ની ઉજવણી ધામધૂમથી કરવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી અને ગુજરાતના ઉદ્યોગકારોના હિતમાં જીઆઈડીસી દ્વારા લેવાયેલા નવા નિર્ણયોનો ઉદ્યોગકારો દ્વારા આવકાર

vartmanpravah

Leave a Comment