Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ કોંગ્રેસે 2 ઓગસ્‍ટ-‘દાનહ મુક્‍તિ દિવસ’ની ઉજવણી ધામધૂમથી કરવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : 2જી ઓગસ્‍ટે દાદરા નગર હવેલીના મુક્‍તિ દિવસની ઉજવણી ખુબ જ રંગેચંગે અને ધામધૂમથી કરવા દાનહ કોંગ્રેસ કમિટીના સભ્‍ય શ્રી પ્રભુ ટોકિયા દ્વારા જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. દાનહ કોંગ્રેસ કમિટીના સભ્‍ય શ્રી પ્રભુ ટોકિયાએ કલેક્‍ટરશ્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા પ્રમાણે દાનહ માટે 2 ઓગસ્‍ટના ‘મુક્‍તિ દિવસ’નું ખુબ ઐતિહાસિક મહત્‍વ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એવું પ્રતીત થઈ રહ્યું છે કે કેન્‍દ્રથી આવતા પ્રશાસનિક અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત સ્‍થાનિક નેતાઓ સાથે મળી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનો ઇતિહાસ, સંસ્‍કૃતિ અને ધરોહરને ખતમ કરવામાં લાગ્‍યા હોય.
શ્રી પ્રભુભાઈ ટોકિયાએજણાવ્‍યું છે કે, જિલ્લા પ્રશાસનની નૈતિક જવાબદારી છે કે આપણાં પ્રદેશને પોર્ટુગીઝોની ચુંગાલમાંથી આઝાદ કરાવનારા સ્‍વતંત્ર સેનાનીઓના માન-સન્‍માનમાં 2જી ઓગસ્‍ટનો દિવસ દાનહના આઝાદ દિવસની ધૂમધામથી ઉજવણી કરવા માટેના કાર્યક્રમનો સરક્‍યુલર આજથી 15 દિવસ પહેલાં જ જારી કરી અને ઉજવણીની તૈયારી જોર શોરથી શરૂ કરી દેવા જોઈતી હતી. પરંતુ કમનશીબી એ છે કે સરક્‍યુર તો જારી નહીં કરાયો પરંતુ હવે માત્ર 6 દિવસ જ બાકી રહ્યા છે ત્‍યારે હજી સુધી જિલ્લા પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની તૈયારી કરી હોવાનું સ્‍પષ્‍ટ થયું નથી.
તેમણે જણાવ્‍યું છે કે, દર વર્ષે પ્રશાસનને પત્ર લખીને અમારે જાણકારી લેવી પડે છે કે જિલ્લા પ્રશાસન દ્વારા શું આ વર્ષે 2 ઓગસ્‍ટના રોજ મુક્‍તિ દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે કે નહિ, આખરે પ્રશાસન ગૌરવશાળી મુક્‍તિ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવા માટે નિષ્‍ઠુર કેમ બની રહ્યું છે? અને તેથી જ આ પત્રના માધ્‍યમથી જિલ્લા પ્રશાસનની નિંદા કરીએ છીએ.
દાનહની જનતા માટે 2જી ઓગસ્‍ટનું એટલું જ મહત્‍વ છે જેટલું 15મી ઓગસ્‍ટનું છે. કારણ કે, દાદરા નગર હવેલીનો મુક્‍તિ દિવસ પણ દેશના ઐતિહાસિક દિવસમાંનો એક છે. દાનહની આઝાદીની લડાઈ લડનારા સ્‍વતંત્ર સેનાની અમારા વીર પુરુષ સ્‍થાનીય સમુદાયના હતા અને અમેએમના વંશજ છીએ. આવનાર સમય માટે આ મુક્‍તિ દિવસનું પર્વ પાઠયક્રમમાં પણ પણ સામેલ કરવામાં આવે જેથી પ્રદેશની ગાથાથી જોડાયેલ યાદો તાજી રહે, કોંગ્રેસ નેતા શ્રી પ્રભુ ટોકિયાએ કલેક્‍ટરશ્રીને પત્ર દ્વારા જણાવ્‍યું કે પ્રદેશની સંસ્‍કૃતિ, ઇતિહાસ અને ધરોહરને બચાવી રાખવા અને તેનું સંરક્ષણ કરવું એ તમામ નાગરિકોની સાથે પ્રશાસનિક અધિકારીઓની પણ નૈતિક જવાબદારી બને છે. તેથી આપને નિવેદન છે કે 2ઓગસ્‍ટના રોજ દાનહની ‘મુક્‍તિ દિવસ’ની ઉજવણી ખુબ જ રંગેચંગે અને ધામધૂમ કરવામાં આવે એવા કાર્યક્રમની તૈયારી જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવે જરૂરી છે અને તમામ નાગરિકોની માંગ પણ છે.

Related posts

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટીપર્પઝ સ્‍કૂલ ધો.10 અને 12 સીબીએસઈનું પરિણામ જાહેર

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

vartmanpravah

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું દમણના શહેરી વિસ્‍તારમાં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

તેજલાવ ગામે લોનના બાકી હપ્તા લેવા ગયેલ મહેન્‍દ્ર ફાઈનાન્‍સના કર્મચારી ઉપર પાવડાથી હુમલો

vartmanpravah

Leave a Comment