Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ નોંધવા પ્રેરિત કરવા દમણ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલ સાયકલ રેલીઃ મામલતદાર સાગર ઠક્કરે કરાવેલું પ્રસ્‍થાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં 9મી નવેમ્‍બરથી મતદાર યાદીના વિશેષ સંક્ષિપ્ત પુનઃ નિરીક્ષણની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના અનુસંધાનમાં આજે 9મી નવેમ્‍બરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની કડીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્‍ય ચૂંટણી અધિકારી ડો. તપસ્‍યા રાઘવના માર્ગદર્શન હેઠળ આજે ચૂંટણી વિભાગ દ્વારા દમણ જિલ્લામાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણ જિલ્લામાં આયોજીત સાયકલ રેલી સવારે 8 વાગ્‍યે મોટી દમણ લાઈટ હાઉસથી જમ્‍પોર સુધી યોજવામાં આવી હતી. જેમાં લગભગ 300 જેટલા નવયુવાનોએ ભાગ લીધો હતો. આ રેલીનો મુખ્‍ય ઉદ્દેશ દમણ જિલ્લામાં યુવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે પ્રેરિત કરવાનો હતો. પેડલ ફોર પાર્ટીસિપેટીવ ઈલેક્‍શનની થીમ ઉપર આયોજીત આ સાયકલ રેલીને મામલતદાર શ્રી સાગર ઠક્કરે લીલી ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. જેમાં વિવિધ શાળાના પ્રશાસનિક અધિકારીઓ,કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નવયુવાનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઈ દરેક આમ નાગરિકને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા પ્રેરિત કર્યા હતા.

Related posts

વાપીથી શિવમ ગુમ થયો છે

vartmanpravah

વાપી દેવજ્ઞ સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વાપીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

સેલવાસની લાયન્‍સ સ્‍કૂલમાં હાર્દિક જોશી દ્વારા લેવાયેલી કરાટે એક્‍ઝામ

vartmanpravah

ચીખલીના ઘેજમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’માં લાખો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment