January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

કામની જગ્‍યાએ મહિલાકર્મીઓના થતા જાતિય શોષણના સંબંધમાં દમણ કોર્ટના સિવિલ જજ સિનિયર ડિવિઝન પી.એચ.બાનસોડે આપેલી કાનૂની અધિકારોની જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09: રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, અને દમણ બાર એસોસિએશનના દ્વારા આજે નાની દમણના ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કો-મેમ્‍બર સેક્રેટરીએટ, સનિયર ડિવિઝન સિવિલ જ્જ અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી પી.એચ.બનસોડે નાગરિકની મૂળભૂત ફરજો અને અધિકારો વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી. શ્રીબનસોડે જણાવ્‍યું હતું કે, કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકો અને મહિલાઓને વિનામૂલ્‍યે કાનૂની સહાય આપવામાં આવે છે. જેના માટે અરજદારે સાદા કાગળ પર અરજી કરવાની રહેશે. તેમણે જણાવ્‍યું હતું કે, સમાજના દરેક વર્ગને કાયદાકીય માહિતી અને સરકારી યોજનાઓથી વાકેફ કરવા ગ્રામ્‍ય કક્ષાએ સમયાંતરે આવા શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ સાથે તેમણે કાયદાકીય જાગૃતિ અને સહાયતા માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની વિસ્‍તૃત માહિતી આપી હતી. આ સાથે ઉપસ્‍થિત સૌને ઘરેલું હિંસા, બાળ લગ્ન, મહિલાઓ સામેના ગુનાઓ, માનવ તસ્‍કરી જેવા અન્‍ય ગુનાઓના નિવારણ અને રક્ષણ માટે અમલી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્‍યા હતા. તેમણે દરેકને જાગૃત થવા અને તેમની આસપાસ બનતા ગુનાઓને નિયંત્રિત કરવા માટે કાનૂની સહાય મેળવવા માટે પ્રોત્‍સાહિત કર્યા.
શિબિરમાં જ્‍યુડિશિયલ સિવિલ જજ અને જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ શ્રી જે.જે.ઈનામદારે કામના સ્‍થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ, 2013 વિશે જાગૃત કર્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ભારતનું બંધારણ આપણને જીવવાનો અધિકાર આપે છે. કોઈપણ વ્‍યવસાય, વેપાર, વાણિજ્‍ય અથવા કોઈપણ કામ કરવાના અધિકારમાં જાતીય સતામણી મુક્‍તવાતાવરણનો સમાવેશ થાય છે. કાર્યસ્‍થળ પર મહિલાઓની જાતીય સતામણી એ ભારતમાં મહિલાઓને આપવામાં આવેલા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. આ માનવ અધિકારનું ઉલ્લંઘન છે. કોઈપણ કાર્યસ્‍થળ પર કોઈપણ મહિલાની જાતીય સતામણી થવી જોઈએ નહીં. આ ઉપરાંત, સ્ત્રી પર જાતીય હુમલો કરવો, હાનિકારક અને ધમકીભર્યું અને અપમાનજનક વર્તન કરવું, જેસ્ત્રીના આરોગ્‍ય અને સલામતીને અસર કરે છે તે પણ ઉપરોક્‍તમાં શામેલ છે. જાતીય સતામણી એ સજાપાત્ર ગુનો છે.
આ પહેલાં અગાઉ નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણીએ પોક્‍સો એક્‍ટ હેઠળ જાગૃતિ અંગે માહિતી આપી હતી. જેમાં સારા અને ખરાબ સ્‍પર્શ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે કોઈપણ પ્રકારનું જાતીય વર્તન આ કાયદાના દાયરામાં આવે છે. આ કાયદો છોકરાઓ અને છોકરીઓને સમાન સુરક્ષા પ્રદાન કરે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને છોકરીઓની સંમતિ માટે કોઈ વ્‍યાજબી નથી. પોક્‍સો એક્‍ટ 2012 બાળ યૌન શોષણનો સામનો કરવા માટે એક વિશેષ અધિનિયમ તરીકે ઘડવામાં આવ્‍યો છે.
આ શિબિરનું સફળ સંચાલન અને આભાર વિધિ એડવોકેટ શ્રીમતી સ્‍મિતા ગોહિલે  કર્યું હતું.

Related posts

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

મોટી દમણના રામસેતૂ બીચ રોડ ઉપર સિલવન દીદીની લારી ઉપર મહામહિમ રાષ્‍ટ્રપતિનું આગમન યાદગાર અને ઐતિહાસિક ક્ષણ બની

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત ટાઉનહોલ અને સચદેવ બાલ ઉદ્યાન ગાર્ડનમાં હાલમાં ડીમોલીશનનુ કાર્ય ચાલી રહ્યુ છે.પ્રશાસન દ્વારા ટાઉન હોલની જગ્‍યામાં પણ ગાર્ડનને ડેવલોપ કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના નાના બાળકો માટેના રમતના સાધનો, સિનિયર સીટીઝનો માટે બેઠકની વ્‍યવસ્‍થા સાથે પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તેવા પ્રોજેક્‍ટ બનાવવામાં આવશે.

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસવાપીના બીબીએ વિભાગમાં ગોલ્‍ડ મેડલ

vartmanpravah

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment