Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ નોંધવા પ્રેરિત કરવા દમણ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલ સાયકલ રેલીઃ મામલતદાર સાગર ઠક્કરે કરાવેલું પ્રસ્‍થાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં 9મી નવેમ્‍બરથી મતદાર યાદીના વિશેષ સંક્ષિપ્ત પુનઃ નિરીક્ષણની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના અનુસંધાનમાં આજે 9મી નવેમ્‍બરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની કડીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્‍ય ચૂંટણી અધિકારી ડો. તપસ્‍યા રાઘવના માર્ગદર્શન હેઠળ આજે ચૂંટણી વિભાગ દ્વારા દમણ જિલ્લામાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણ જિલ્લામાં આયોજીત સાયકલ રેલી સવારે 8 વાગ્‍યે મોટી દમણ લાઈટ હાઉસથી જમ્‍પોર સુધી યોજવામાં આવી હતી. જેમાં લગભગ 300 જેટલા નવયુવાનોએ ભાગ લીધો હતો. આ રેલીનો મુખ્‍ય ઉદ્દેશ દમણ જિલ્લામાં યુવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે પ્રેરિત કરવાનો હતો. પેડલ ફોર પાર્ટીસિપેટીવ ઈલેક્‍શનની થીમ ઉપર આયોજીત આ સાયકલ રેલીને મામલતદાર શ્રી સાગર ઠક્કરે લીલી ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. જેમાં વિવિધ શાળાના પ્રશાસનિક અધિકારીઓ,કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નવયુવાનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઈ દરેક આમ નાગરિકને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા પ્રેરિત કર્યા હતા.

Related posts

વાપીમાં હજુ ચોમાસુ ચાલું છે… રેલવેનું મોટું ગરનાળું બે-ત્રણ દિવસથી પાણીથીછલકાઈ રહ્યું છેઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

ઈ-ગુજકોપ પ્રોજેક્‍ટ અંતર્ગ ‘ઈ-કોપ ઓફ ધ મન્‍થ’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીઓની પસંદગી

vartmanpravah

દિવાળી પૂર્વે વલસાડ જિલ્લાના પોલીસ કર્મીઓને આજે પારડીમાં રૂા. 6.06 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા આવાસની ભેટ મળશે

vartmanpravah

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

Leave a Comment