Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

સેલવાસની લાયન્‍સ સ્‍કૂલમાં હાર્દિક જોશી દ્વારા લેવાયેલી કરાટે એક્‍ઝામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપીના કરાટે માસ્‍ટર હાર્દિક જોશી છેલ્લા 28 વર્ષથી કરાટેની ટ્રેનિંગ આપી રહ્યા છે. અને હજારો વિદ્યાર્થીઓ અને મહિલાઓને કરાટેમાં પારંગત કરી અનેક વિક્રમો સ્‍થાપિત કર્યા છે. જેઓ દ્વારા હાલમાં સેલવાસ ખાતે આવેલ લાયન્‍સસ્‍કૂલમાં કરાટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિવિધ બેલ્‍ટની પરીક્ષા લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષામાં 136 જેટલા વિદ્યાર્થીને વિવિધ બેલ્‍ટ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્‍યા હતા. સ્‍કૂલમાં છેલ્લા પાંચ વર્ષથી કરાટેની ટ્રેનિંગ ચાલી રહી છે અને સ્‍કૂલના વિદ્યાર્થીઓએ ઘણી સિદ્ધિ કરાટેમાં પ્રાપ્ત કરી છે. આ પ્રસંગે હાર્દિક જોશીએ જણાવ્‍યું હતું કે દરેક વિદ્યાર્થીઓએ કરાટેમાં બ્‍લેક બેલ્‍ટ મેળવવો જોઈએ જે થકી સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ થશે. હાર્દિક જોશીએ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે આવનાર સમયમાં આ સ્‍કૂલના વિદ્યાર્થીઓ કરાટેમાં બ્‍લેક બેલ્‍ટી ડિગ્રી પ્રાપ્ત કરશે.
આ પ્રસંગે હાર્દિક જોશીએ આનો શ્રેય લાયન્‍સ સ્‍કૂલના મેનેજમેન્‍ટ, સ્‍કૂલ પ્રિન્‍સિપાલ અને સ્‍ટાફને આપ્‍યો છે અને વિશેષમાં સ્‍કૂલના ચેરમેન શ્રી ફતેસિંહ ચૌહાણ જેઓની દિર્ઘ દૃષ્ટિ અને સ્‍કૂલના દરેક વિદ્યાર્થીઓ આ નવા ભારતમાં વૈશ્વિક રીતે આગળ વધે એવો પ્રયાસ કરી રહ્યા છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા અને હાર્દિક જોશીની મહેનતને બિરદાવી હતી.

Related posts

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લામાં 02 કોરોના પોઝીટવ કેસ નોંધાયાઃ 12 કોવિડ હોસ્‍પિટલમાં એક્‍ટિવ

vartmanpravah

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

vartmanpravah

સેલવાસ ઝંડાચોક પંડયા ટાવર નીચેથી સાયકલ ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ બેઠયું : ઠેર ઠેર કમોસમી વરસાદ : એન.ડી.આર.એફ.ની ટીમ સ્‍ટેન્‍ડબાય

vartmanpravah

Leave a Comment