Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દેવજ્ઞ સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વાપીની ટીમ ચેમ્‍પિયન

ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો આનંદ માણવા અમદાવાદથી પુના સુધીના 1 હજારથી વધુ લોકો ઉમટ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા. 02: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા નામધા કે.કે.ભંડારી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજવામાં આવેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટની ફાઇનલમાં ‘વાપી એ’ ટીમ ચેમ્‍પિયન બની હતી. અમદાવાદથી લઈ સુરત સુધી વસેલા દૈવજ્ઞ સમાજના બાંધવોને એક તાંતણે બાંધવા છેલ્લા 29 વર્ષથી યોજવામાં આવી રહેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટને અવિરત આગળ ધપાવતા વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા નામધામાં આવેલા કે.કે.ક્રિકેટ ભંડારી ગ્રાઉન્‍ડ ખાતે રવિવારે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ‘વાપી એ’, ‘વાપી બી’ તેમજ દમણ, ધરમપુર, વલસાડ, સુરત અને મુંબઈની ટીમ વચ્‍ચે યોજાયેલી આ ટૂર્નામેન્‍ટમાં સૌથી વધુ રોમાંચક મેચ ધરમપુર અને વાપી વચ્‍ચે રહી હતી જેમાં વાપીના 71 રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાને ઉતારેલી ધરમપુરની ટીમે નિર્ધારિત 8 ઓવરમાં 70 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. જેથી સુપર ઓવર રમાડવામાં આવી હતી. જેમાં ધરમપુરની ટીમ માત્ર 7 રન કરી શકતા વાપીની ટીમે સરળતાથી મેચ જીતી લીધી હતી.
આ પહેલાં સેમિફાનલ મેચમાં વાપીની ટીમે મુંબઈની ટીમનેહરાવી ફાઈનાલમાં પહોંચીહતી. ફાઈનલમાં ‘વાપી બી’ ટીમને સરળતાથી હરાવી ‘વાપીની એ’ ટીમ ચેમ્‍પિયન બની હતી. આ ટૂર્નામેન્‍ટમાં વાપી પાલિકા ઉપ પ્રમુખ શ્રી અભય ભાઈ નહારે ઉપસ્‍થિત રહી ચેમ્‍પિયન અને રનર્સ અપ ટીમને રોકડ પુરસ્‍કાર જાહેર કરી ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. ચેમ્‍પિયન ટીમને વાપી દૈવજ્ઞ સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગજરેના હસ્‍તે ટ્રોફી એનાયત કરાઈ હતી. જ્‍યારે રનર્સ અપ ટીમને મિત્રમંડળ પ્રમુખ શ્રી ચેતન તલેકરના હસ્‍તે ટ્રોફી એનાયત કરાઈ હતી. ટૂર્નામેન્‍ટમાં મેન ઓફ ધ સિરીઝ તરીકે શ્રી દિવ્‍યાંગ ગજરે, મેન ઓફ ધ મેચ અને બેસ્‍ટ બોલર તરીકે શ્રી રિતેશ દૈવજ્ઞ, બેસ્‍ટ બેસ્‍ટમેન તરીકે શ્રી જશેષ ચોનકર, બેસ્‍ટ ફિલ્‍ડર શ્રી માધવ તળેકરને વિવિધ શહેરમાંથી આવેલ સમાજના અગ્રણીઓના હસ્‍તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્‍ટનો આનંદ અને રોમાંચ માણવા અમદાવાદથી મુંબઈ અને પુના સુધીના સમાજના 1 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા.

Related posts

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

ઓનલાઈન નોકરી આપવાના બહાને છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પરિયા પંચાયત ઓફિસને ફર્નિચર માટે એક લાખ ગ્રાન્‍ટની ફાળવણી

vartmanpravah

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment