Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિન નિમિત્તે સેલવાસની લાયન્‍સ અંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિવસે ‘બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજે સેલવાસની લાયન્‍સઅંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ નિમિતે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ ટ્રસ્‍ટીશ્રીઓના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા નાનાં ભૂલકાંઓ માટે સાંસ્‍કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ત્‍યારબાદ ટ્રસ્‍ટીઓ દ્વારા નાનાં બાળકોને ભેટ આપવામાં આવી હતી.
આ અવસરે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના વાઇસ ચેરમેન શ્રી એ.ડી. નિકમ, સેક્રેટરી શ્રી એ. નારાયણન, ટ્રેઝરર શ્રી વિશ્વેશ દવે અને જોઈન્‍ટ સેક્રેટરી શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, લાયન્‍સ અંગ્રેજી શાળાના આચાર્ય શ્રી એન. શ્રીધર, ઉપ આચાર્યા નિરાલી પારીક, શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના ઈન્‍ચાર્જ આચાર્યા સીમા પિલ્લાઈ સહિત અન્‍ય મહાનુભાવો અને શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

3 હજારથી વધુ હિન્‍દુઓની ઉપસ્‍થિતિમાં ‘સકલ હિન્‍દુ સંઘર્ષ સમિતિ’ દ્વારા વિરમગામ ખાતે વિશાળ હિન્‍દુ આક્રોશ રેલી યોજાઈ

vartmanpravah

રામ નવમીને લઈ પારડી પોલીસનું ફલેગ માર્ચ: ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિત મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટાફ જોડાયા

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

દાનહ એક્‍સાઈઝ વિભાગે લુહારીથી 174 બોક્ષ દારૂનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

કાપડી સમાજ દ્વારાબે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

vartmanpravah

Leave a Comment