(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મ દિવસે ‘બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજે સેલવાસની લાયન્સઅંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ ટ્રસ્ટીશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા નાનાં ભૂલકાંઓ માટે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટીઓ દ્વારા નાનાં બાળકોને ભેટ આપવામાં આવી હતી.
આ અવસરે લાયન્સ ક્લબ ઓફ સિલ્વાસા ચેરીટેબલ ટ્રસ્ટના વાઇસ ચેરમેન શ્રી એ.ડી. નિકમ, સેક્રેટરી શ્રી એ. નારાયણન, ટ્રેઝરર શ્રી વિશ્વેશ દવે અને જોઈન્ટ સેક્રેટરી શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ, લાયન્સ અંગ્રેજી શાળાના આચાર્ય શ્રી એન. શ્રીધર, ઉપ આચાર્યા નિરાલી પારીક, શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના ઈન્ચાર્જ આચાર્યા સીમા પિલ્લાઈ સહિત અન્ય મહાનુભાવો અને શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.