October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવક)
દમણ, તા.17: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ સચિવ શ્રી ટી.અરૂણ કુમાર અને શિક્ષકણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ 9મી મે, 2023 થી 17મી મે 2023 દરમિયાન ઝરી આશ્રમ શાળા ખાતે 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પપ થી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, 9 મે થી 17 મે દરમિયાન આયોજિત આ 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પના સમાપન સમારોહમાં એડીઈ શ્રી રાજેશ હળપતિ, ડીપીઓ શ્રીમતી સ્‍મિતા થોમસ, શ્રી યોગેશ મોડાસિયા, શ્વેતલ પટેલ અનેએમઆઈએસ કો-ઓર્ડિનેટર અને અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ સમર કેમ્‍પમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષામાં તેમની મૂળભૂત બાબતો પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું. વૈજ્ઞાનિક વિચાર, માનવતાવાદ અને પુછપરછની ભાવના કેળવી અને બાળકોને ઉચ્‍ચ અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કર્યા હતા સાથે વાર્તાલાપ, સ્‍પર્ધા માટેનું પ્‍લેટફોર્મ અને રમત-ગમત અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓમાં બાળકોની સક્રિય ભાગીદારીને પ્રોત્‍સાહિત કરવા માટેનું પ્‍લેટફોર્મ પૂરું પાડવામાં આવ્‍યું હતું.
એડીઈ શ્રી રાજેશ હળપતિએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓને નિવાસી સમર કેમ્‍પમાં સક્રિયપણે ભાગ લેવા માર્ગદર્શન અપાયું હતું. શ્વેતલ પટેલ, એમઆઈએસ કો-ઓર્ડિનેટરએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને 10 દિવસીય સમર કેમ્‍પના સફળ આયોજન બદલ તમામ બાળકો અને શિક્ષકોનો આભાર માન્‍યો હતો. આ કાર્યક્રમના સમાપન પ્રસંગે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

દમણના દમણવાડા વિસ્‍તારની આ મહિલાઓ સમાજ માટે પથદર્શક બની છે

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

વાપી નજીકના નાની તંબાડી ગામે કાર અડફેટે બાઈક આવી જતાં એકનું મોત : એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah

Leave a Comment