(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.14: નવસારી જિલ્લામાંથી એક યુવતીએ 181 પર કોલ કરી જણાવ્યું હતું કે, મારા પતિ મારી પર શંકા કરી મારપીટ કરે છે અને છૂટાછેડા માંગે છે. જેથી 181 અભયમ ટીમે બંને પક્ષને સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.
181 અભયમ હેલ્પલાઇન ટીમને મળતી માહિતી મુજબ યુવતીએ લવ મેરેજ કર્યા હતાં. યુવતીના લગ્નને ચાર વર્ષ ગયા છે. તેમને એક દિકરી છે. યુવતી નોકરી કરતી હોવાથી કામના લીધે અવારનવાર મિત્રના કોલ આવતાં,તેમના પતિ શંકા કરી મારપીટ કરે છે. અભયમ ટીમે યુવતીના પતિનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કોઈનો પણ કોલ આવે તો હું ફોન માગું તો મને આપે નહિ જેથી મને શંકા જાય છે.
જેથી યુવતીને પણ સમજાવ્યું કે આપણે કોઈ ખોટુ કરતા નથી તો જેનો પણ કોલ હોઈ તો પતિને આપી દેવુ જેથી તમારી પર શંકા નહિ કરે. સાથે સાથે તેમના પતિને પણ સમજાવેલ કે, પત્નિ પર હાથ ઉપાડવો નહી. હાથ ઉપાડવો ગુનો છે અને તમારી એક દીકરી છે તો તેમના ભવિષ્યનું વિચાર કરી, સામાન્ય બાબતને લઇ છુટા પડવાનું વિચારવું નહી. જેથી પતિને પોતાની ભૂલ સમજાતા અભયમ ટીમે ગામના આગેવાનોને સાથે રાખી સમાધાન કરાવતાં પરિવાર તૂટતો બચાવ્યો હતો.