Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવમાં યોજાનારી જી-20ની બેઠકને યાદગાર બનાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંભાળેલોમોરચો

  • સમગ્ર તૈયારીઓની કરેલી સમીક્ષાઃ કોઈ કચાશ નહીં રહી જાય તેની તકેદારી રાખવા અધિકારીઓને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જી-20ની ટીમના મુખ્‍ય સંયોજક હર્ષવર્ધન અને તેમની ટીમને વ્‍યવસ્‍થા તંત્રથી લઈ પ્રવાસન સ્‍થળોથી પણ રૂબરૂ કરાવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા. 03 : દીવમાં વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવા, વિવિધ પ્રોજેક્‍ટના અમલીકરણને વેગ આપવા અને આગામી મે મહિનામાં દીવમાં યોજાનારી જી-20ની બેઠકની સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરવા માટે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ દીવના પ્રવાસે છે.
આજે દીવ ખાતે જી-20 બેઠકના સફળ આયોજન માટે જરૂરી તમામ તૈયારીઓની યોગ્‍ય સમીક્ષાને ધ્‍યાનમાં રાખી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દિલ્‍હીથી આવેલ જી-20 ટીમના મુખ્‍ય સંયોજક શ્રી હર્ષવર્ધન અને તેમની ટીમ સાથે ઘોઘલા સર્કિટ હાઉસ, ઘોઘલા બીચ, દીવ કિલ્લો, આઈ.એન.એસ. ખુકરી યુદ્ધ જહાજ, ફન લક્‍ઝરી સી-સાઈડ રિસોર્ટ, નાગવા ટેન્‍ટ સીટી, નાગવા બીચ, રાધિકા રિસોર્ટ, એરપોર્ટ, ફૂદમ ગંગેશ્વર મહાદેવ મંદિર, એજ્‍યુકેશન હબ અને નાયડા ગુફાની મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જી-20ના સભ્‍યોનીમુલાકાત દરમિયાન મહેમાન નવાજી અને વ્‍યવસ્‍થામાં કોઈ કચાશ નહીં રહે તેની તકેદારી રાખવા તથા તમામ કામોની અસરકારક ગુણવત્તા સાથે અમલવારી માટે જરૂરી દિશા-નિર્દેશ અને માર્ગદર્શન આપ્‍યું હતું. નાનામાં નાની વાતની કાળજી લેવા માટે પણ તેમણે અધિકારીઓને તાકિદ કરી હતી.
આ પ્રસંગે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી ગૌરવસિંહ રાજાવત, શ્રીડી.એ. સત્‍યા, મુખ્‍ય વન સંરક્ષક શ્રી રાજકુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મિલિન્‍દ મહાદેવ ડુમ્‍બેરે, દીવ જિલ્લા કલેક્‍ટર શ્રી ફરમાન બ્રહ્મા, પોલીસ અધિક્ષક શ્રી મણિભૂષણ સિંઘ, નાયબ કલેક્‍ટર ડો. વિવેક કુમાર, મામલતદાર શ્રી ધર્મેશ દમણિયા અને અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

જુનાગઢ ગીરનાર લીલી પરિક્રમા એક જ નંબર બે લક્‍ઝરી બસ મળી આવ્‍યા બાદ એજ નંબરની ત્રીજી બસ વલસાડ આરટીઓને મળી આવી

vartmanpravah

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ‘ગાંવ ગાવં ચલો, ઘર ઘર ચલો’ અભિયાનનો કરાયેલો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું

vartmanpravah

Leave a Comment