July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04:
વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ તેમને મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના જિલ્લા/ તાલુકા સેવાસદનમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, વલસાડ, તથા જિલ્લાના તમામ તાલુકા સેવાસદનની બહાર કે જિલ્લા/ તાલુકા સેવાસદનના પરિસરથી 200 મીટરની ત્રિજ્‍યાના વિસ્‍તારમાં તાત્‍કાલિક અસરથી તા.15/03/2022 સુધી અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે કોઇપણ વ્‍યક્‍તિઓ/ વ્‍યક્‍તિઓને એકીસાથે કોઇપણ જગ્‍યાએ ભેગા થઈને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હળતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવી વ્‍યક્‍તિઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્‍યકિતઓને, લગ્નના વરઘોડા, સ્‍મશાનયાત્રા અને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલી પરવાનગી તેમજ સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનના કિસ્‍સામાં લાગુ પડશે નહીં.

Related posts

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષભાઈ પટેલની નિયુક્‍તિઃ કાર્યકરોમાં ખુશીની લહેર 

vartmanpravah

વાપી નગર પાલીકાની નવી ચૂંટાયેલી પાંખની બેઠક 1પ ડિસે. મળશે : પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે નામો ચર્ચામાં

vartmanpravah

વલસાડની 7 વર્ષિય જૈવી ભાનુશાલી કુડો નેશનલ ચેમ્‍પિયનશીપમાં ચેમ્‍પિયન બની

vartmanpravah

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ રમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ચેસ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

શ્રીનગરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા ચીખલી ખુડવેલના 41 વર્ષીય જવાન હેમંતભાઈ પટેલને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ નિધન થતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

Leave a Comment