September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જુનાગઢ ગીરનાર લીલી પરિક્રમા એક જ નંબર બે લક્‍ઝરી બસ મળી આવ્‍યા બાદ એજ નંબરની ત્રીજી બસ વલસાડ આરટીઓને મળી આવી

જુનાગઢ આર.ટી.ઓ.માં તપાસ ચાલુ છે ત્‍યારે વધુ તપાસમાં વલસાડ આર.ટી.ઓ. જોડાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: અત્‍યારે જુનાગઢ જિલ્લાના ગીરનાર પર્વતની લીલી પરિક્રમા ચાલીરહી છે. ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રધ્‍ધાળુ લીલી પરિક્રમા કરવા માટે જુનાગઢ ગીરનાર પહોંચી રહ્યા છે. આ પરિક્રમા દરમિયાન જુનાગઢમાં એક જ નંબર પ્‍લેટ ધરાવતી બે બસ જુનાગઢ આર.ટી.ઓ.ને મળી આવી હતી. ત્‍યાં વલસાડ આર.ટી.ઓ.ને એજ નંબર પ્‍લેટ ધરાવતી ત્રીજી બસ મળી આવતા વધુ તપાસના ચ્‍કરો ગતિમાન કરવામાં આવ્‍યા છે.
ગીરનાર પર્વતની લીલી પરિક્રમા સુધી શ્રધ્‍ધાળુને પહોંચાડવા માટે ગુજરાત ભરની ખાનગી લક્‍ઝરી બસો દોડાદોડી કરી રહી છે તે દરમિયાન જુનાગઢ આર.ટી.ઓ.ને જીજે 11 ઓ 0663 નંબર ધરાવતી બે લક્‍ઝરી બસો અલગ અલગ નામ ટ્રાવેલ્‍સની મળી આવી હતી. જેની ચાંપતી તપાસ જુનાગઢ આર.ટી.ઓ.એ તુરંત હાથ ધરી હતી. ત્‍યાં વલસાડ આર.ટી.ઓ.ને એજ જીજે 11 ઓ 0663 નંબર વાળી લક્‍ઝરી બસ પણ મળી આવી છે તેથી વલસાડ આર.ટી.ઓ. પણ તપાસમાં જોડાઈ છે. રહસ્‍યમય અને તપાસની એજ બાબત છે કે એક જ નંબર પ્‍લેટ ધરાવતી ત્રણ ત્રણ બસો દોડી કેવી રીતે શકે? અલબત્ત આ પ્રશ્નનો જવાબ સંપુર્ણ તપાસ બાદ આખા કૌભાંડનો પર્દાફાશ થશે એવું મનાઈ રહ્યું છે.

Related posts

વલસાડ કોમર્સ કોલેજના ખેલાડીઓની આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં પસંદગી

vartmanpravah

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah

‘સંકલ્‍પથી સિદ્ધિ’ માટે સમગ્ર દેશમાં દૃષ્‍ટાંતરૂપ બનેલો દાનહ અને દમણ-દીવ પ્રદેશ

vartmanpravah

ચીખલી પંથકમાં રખડતા ઢોરોનો દિવસને દિવસે વધી રહેલો ત્રાસઃ તંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે બજાવેલો રાજધર્મઃ અન્‍ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ

vartmanpravah

ખેરગામ પોલીસે રૂમલાથી સિમેન્ટના બ્લોકની આડમાં ટ્રેક્ટરમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah

Leave a Comment