October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

હવેથી દમણમાં ઓનલાઈન ડિજિટલ માધ્‍યમથી જ 1 અને 14ની નકલ મળશે

1 અને 14ની નકલ માટે કાગળ ઉપર લખેલી અરજી બંધ કરવાનો મામલતદાર કાર્યાલય દ્વારા લેવાયેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-દોરવણી હેઠળ દમણ જિલ્લા પ્રશાસને જનતાને તમામ સરકારી સુવિધાઓ આજની ડિજિટલ ટેક્‍નીકના માધ્‍યમથી ઘરબેઠા મળી શકે તે પ્રકારની વ્‍યવસ્‍થા માટે મહત્‍વપૂર્ણ ઉપલબ્‍ધિ હાંસલ થઈ છે.
ડિજિટલ ઈન્‍ડિયા અભિયાનઅંતર્ગત મામલતદાર કાર્યાલય દમણ દ્વારા હવેથી 1 અને 14ની નકલ સંપૂર્ણ રીતે ડિજિટલના માધ્‍યમથી જારી કરાશે. જેમને 1 અને 14ની નકલ જોઈતી હશે તેઓએ સુગમ પોર્ટલ ઉપર અરજી કરી અને જરૂરી ફીનું કાર્ડ, યુપીઆઈ અને નેટ બેંકિંગ દ્વારા ચૂકવણી કરી 1 અને 14ની નકલ માટે પોતાની અરજી જમા કરી શકે છે. આ 1 અને 14ની નકલ ફેસીમાઈલ હસ્‍તાક્ષર સાથે જારી કરાશે. ડિજિટલી જારી કરાયેલ 1 અને 14ની નકલનું સત્‍યાપન ક્‍યુઆર કોડ, બારકોડ તથા ફોર્મ 1 અને 14ની નકલમાં આપવામાં આવેલ પોર્ટલના લિંક દ્વારા કરી શકાશે. આ 1 અને 14ની નકલને અરજકર્તાના ડિજિ લોકર સાથે પણ જોડી શકાય છે.
હવેથી 1 અને 14ની નકલ માટે કાગળ ઉપર લખી અરજી કરવાની પ્રથા તાત્‍કાલિક પ્રભાવથી બંધ કરવામાં આવી છે અને હવે 1 અને 14ની નકલ ડિજિટલ માધ્‍યમથી જ મળી શકશે તેની નોંધ લેવા પણ દમણના મામલતદાર શ્રી સાગર ઠક્કરે એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દમણ પંચાયતી રાજ પરિષદમાં વર્ચ્‍યુઅલી ઉપસ્‍થિત રહી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગતિશીલ અને પારદર્શક વહીવટનો આપેલો મંત્ર

vartmanpravah

ચીખલીના ફડવેલ મુખ્‍ય માર્ગ ઉપર મોટર સાયકલ સવાર વીજ કંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરતા ચકચાર

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ્‍સ ગાઈડ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ ટ્રેનિંગ કેમ્‍પ માટે દાહોદ જવા રવાના: દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે પાઠવેલી શુભેચ્‍છાઓ

vartmanpravah

ચીખલીના ચિતાલી ગામે ફોર્ચ્‍યુનર કારે ઈકો કારને અડફેટે લીધી: ફોર્ચ્‍યુનર કારમાંથી પોલીસે દારુનો જથ્‍થો કબ્‍જે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

vartmanpravah

Leave a Comment