December 1, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસો.ની ટીમ દેશની પ્રતિષ્‍ઠિત ફૂટબોલ ટૂર્નામેન્‍ટ સંતોષ ટ્રોફીમાં ભાગ લેવા કોલ્‍હાપુર રવાના

ડીએનએચડીડીએફએના પ્રમુખ અમિત અશોક ખેમાણી અને સંઘપ્રદેશ પ્રશાસનના સહયોગથી પ્રદેશના ખેલાડીઓને દેશની નામાંકિત ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં ભાગ લેવા મળી રહેલી તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.03 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશન(ડીએનએચડીડીએફએ)ની ટીમ દેશની પ્રતિષ્‍ઠિત ફૂટબોલ ટૂર્નામેન્‍ટ સંતોષ ટ્રોફીમાં ભાગ લેવા માટે આજે કોલ્‍હાપુર જવા રવાના થઈ છે.
ડીએનએચડીડીએફએના પ્રમુખ શ્રી અમિત અશોક ખેમાણીના અથાક પ્રયાસથી અને સંઘપ્રદેશ પ્રશાસનના સહયોગથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના ફૂટબોલ ખેલાડીઓને દેશની નામાંકિત ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં ભાગ લેવાની તક મળી રહી છે.
સંતોષ ટ્રોફી ટૂર્નામેન્‍ટમાં ભાગ લેવા માટે તાજેતરમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ફૂટબોલ ખેલાડીઓ વચ્‍ચે લીગ ટૂર્નામેન્‍ટ યોજવામાં આવી હતી. જે પૈકી 22 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવની ફૂટબોલ ટીમ સંતોષ ટ્રોફી ટૂર્નામેન્‍ટમાં પ્રથમ 7મી જાન્‍યુઆરીએ છત્તિસગઢની ટીમ સાથે ટકરાશે. ડીએનએચડીડીએફએનો ગૃપ 4ના પુલમાં સમાવેશ થયેલ છે.જેમાં છત્તિસગઢ, વેસ્‍ટ બંગાલ, મહારાષ્‍ટ્ર, હરિયાણા અને મધ્‍યપ્રદેશની ટીમો સાથે દાનહ અને દમણ-દીવની ટક્કર થશે.
ડીએનએચડીડીએફએના કોચ શ્રી પ્રિત પટેલ ખેલાડીઓને મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે 24 દિવસના કેમ્‍પમાં કોચિંગ પણ આપ્‍યું છે.
સંતોષ ટ્રોફી માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પસંદ થયેલા અને કોલ્‍હાપુર જવા રવાના થયેલા ખેલાડીઓમાં (1)જ્ઞાન પ્રકાશ એસ. (2)શિવમ કુમાર (3)જય નિતેશ હળપતિ (4)સચિનકુમાર દયારામભાઈ (5)ગૌરાંગ મિષાી (6)સવિંદર રમેશ કુમાર પિલ્લઈ (7)વિજ્ઞેશ નડાર (8)જીતુ પ્રભુ ગાવિત (9)વિક્રમ યોહાન માહલા (10)રાહુલ લક્ષ્મણ ખરપડિયા (11)શુભમ સંતોષ સાળુંકે (12)વિક્રમ (13)રજીબઉદ્દીન સૈયદ (14)અહમદ જીયાદ કે.એ. (15)દુલ્‍ફુકાર અલીકે (16)અંબરિશ એસ. (17)અબ્‍દુલ હર્ષિત એમ.એ. (18)મોહમ્‍મદ સમતા કે.એમ. (19)સોહિલ બગાન (20)મેહુલ માંડુ ગાયકવાડ (21)કેયુર માંગેલા (22)સાગર ચૌધરી અને સાથે કોચ તરીકે પ્રિત ભરતકુમાર ભટ્ટ તથા સહાયક કોચ રાધેશ્‍યામ રતનસિંઘ રાજપુરોહિત, ટીમના મેનેજર તરીકે શ્રી અભિષેક સિંઘ અને ટીમના ફિઝિયો તરીકે શ્રી હર્ષિત પટેલ પણ આજે કોલ્‍હાપુર જવા રવાના થયા છે.

Related posts

દશેરા પર્વએ વલસાડ જિલ્લાના પોલીસ મથકોમાં કરાઈ શષાોની પૂજા

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં દસમાં વાર્ષિક મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

Leave a Comment