July 29, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સગાં-સંબંધીઓમાં ઓળખાણ બની રહે તે માટેનો સ્તુત્ય પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ-ડુંગરી ફળિયા ખાતે મામા-માસીના પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રત્યેક કુટુંબોએ એકબીજા સાથે મુલાકાત કરી ઓળખાણ કરી હતી. મામા-માસીના છોકરાઓના કુટુંબીજનો અને વડીલોને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યોજાયેલ રમતો અને ડાન્સના રંગારંગ કાર્યક્રમમાં સૌએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો. આ કાર્યક્રમ થકી -સંબંધીઓ વચ્ચે ઓળખાણ બની રહે સૌ એકબીજાને મળે ઓળખે તેમના વિષે જાણે તેવા શુભ હેતુ માટે આયોજિત કાર્યક્રમમાં સંબંધો જાળવી રાખવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.
આજના મોબાઇલ અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે એકબીજાને રૂબરૂ મળવાનું ખૂબ જ ઓછું થઇ ગયું છે. લગ્ન, સગાઇ જેવા પ્રસંગોએ જ રૂબરૂ મળવાનું થતું હોય ત્યારે સરખી રીતે મુલાકાતો અને વાતચીત પણ થતી નથી આજના યુવાઓ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર મોટાભાગનો સમય પસાર કરતા રહે છે, મિત્રો બનાવે છે, પરંતુ રૂબરૂ તો ભાગ્યેજ મળે છે. જેથી સગાં-સંબંધીઓના છોકરાંઓ એકબીજાને કદાચ ઓળખતા પણ નથી. તેવા સંજોગોમાં દરેક પરિવારો આ પ્રકારના કાર્યક્રમો યોજી એકબીજા સાથેના સંબંધો જાળવી રાખે તેવો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો હતો.

Related posts

ધરમપુરના નગારીયામાં રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્‍તક પરબ ખુલ્લુ મુકાયું

vartmanpravah

પારડી હાઈવે સ્‍થિત તુલસી હોટલ સામેથી મોડી રાત્રે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતા પારડી પી.આઈ. બી.જે સરવૈયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મદિને રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલી દ્વારા નરોલી ખાતે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન

vartmanpravah

NITI આયોગે CSE અને ‘વેસ્ટ મુજબના શહેરો’ રિલીઝ કર્યા – મ્યુનિસિપલ ઘન કચરા વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રયાસોનું સંકલન

vartmanpravah

વાપીથી આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા ડુંગરી હાઈવે ઉપર એટેક આવતા કોન્‍સ્‍ટેબલનું મોત

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah

Leave a Comment