October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફૂડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગ શરૂ કરવા સરકાર દ્વારા રૂા.3 કરોડ સુધી લોન સહાય અપાશે

ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો શરૂ કરવા માટે 10 લાખ સુધી અને સહકારી, સ્‍વ સહાય જૂથોને પ્રોજેક્‍ટ દીઠ ત્રણ કરોડ સુધી સહાય મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ તા.08: ભારત સરકારની મીનીસ્‍ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્માલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્‍ટરપ્રાઈઝ સ્‍કીમ (ભ્‍પ્‍જ્‍પ્‍ચ્‍) કાર્યરત છે. આ યોજના અંતર્ગત ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ઉદ્યોગોદીઠ પાત્રતા ધરાવતા પ્રોજેકટ ખર્ચના 35 ટકા (મહત્તમ રૂા.10.00 લાખ સુધીની) સહાય મળી શકે છે અને એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્‍વસહાય જૂથોને પ્રોજેકટ ખર્ચના 35 ટકા (મહત્તમ રૂા.03.00 કરોડ સુધીની) સહાય મળી શકે છે. પ્રોજેક્‍ટ બનાવવાથી લઈ ઓન લાઈન રજૂ કરવા સુધી દરેક તબક્કે મદદ માટે સરકારશ્રી દ્વારા જિલ્લા કક્ષાએ ડી.આર.પી.(વિષય તજજ્ઞ) રાખવામાં આવ્‍યાં છે.સરકારશ્રીની આ યોજનાનો લાભ લઈ હાલ ચાલી રહેલ મુલ્‍યવર્ધનના ઉદ્યોગને વધારી પણ શકાય છે અને નવા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ શરૂ પણ કરી શકે છે. નાના ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગો જેવા કે જામ, જેલી, અથાણા, કેનીંગ, પલ્‍પીંગ, પ્‍યુરી, પેસ્‍ટ પાવડર, રેડી ટૂ સર્વ, રેડી ટૂ ડ્રીંક, પાપડ, મસાલા પ્રોસેસિંગ યુનિટ, ફ્રોઝન શાકભાજી, પાપડ, ખાખરા, નમકીન, બેકરી, દાળ મીલ, ચોખા મીલ વગેરે ઉદ્યોગોને આ યોજનામાં સામેલ કરવામાં આવ્‍યા છે. વલસાડ જિલ્લાના ઉદ્યોગ સાહસિકોએ આ યોજનાનો લાભ લેવા માટે એ.એમ.વહોરા, મદદનીશ બાગાયત નિયામક, વલસાડ મો.નં. 9879616362 તથા ડી.આર. પી. (વિષય તજજ્ઞ) જિગ્નેશભાઈ ગોંડલીયા મો.ન.9727690414 નો સંપર્ક કરી શકશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-1, પહેલો માળ, વલસાડ-396001 કચેરીનો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah

ચીખલી તાલુકામાં જુદા જુદા ૩ બનાવોમાં ઍક મહિલા સહિત ૩ના મોત

vartmanpravah

થ્રીડી ‘રાષ્‍ટ્રીય પોષણ મિશન’ના પ્રભારી સંધ્‍યા રાયના નેતૃત્‍વમાં અને પ્રદેશ પ્રભારી વિજ્‍યા રહાટકરની ઉપસ્‍થિતિમાં નાની દમણ સોમનાથ ડીઆઈએ હોલમાં કુપોષણમાંથી બહાર આવેલા બાળકોનો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

vartmanpravah

Leave a Comment