September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

(સિદી સમાજ દ્વારા)
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03 : દીવમીં હઝરત બાબા ગૌરનો ઉર્ષ સિદી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવામાં આવ્‍યો હતો. દર વર્ષની જેમ આ વર્ષ પણ દીવ, ઘોઘલાના સિદીઓ દ્વારા હઝરત બાબા ગૌરનો ઉર્ષ મનાવવામાં આવ્‍યો હતો જેમાં સાંજે 5:00 કલાકે બાબા ગૌરની દરગાહથી આખા દીવમાં સંદલ ફેરવામાં આવ્‍યું હતું. જેમાં દીવ. ઘોઘલા તથા આજુ બાજુના મુસ્‍લિમ અને હિંદુ સમુદાયના લોકો પણ આ ઉર્ષમાં જોડાયા હતા અને ઉત્‍સાહ અને ઉલ્લાસથી આ ઉર્ષ ઉજવવામાં આવ્‍યુ હતું. ગામમા સંદલફરિયા બાદ પાછા બાબા ગૌરની દરગાહ પર આવીને ધમાલ કરવામાં આવી હતી. ત્‍યાર બાદ ચાંદર પોશી, સલાતો સલામ દુનિયાના તમામ મુસ્‍લિમ ભાઈઓ, બહેનો માટે દુઆ કરવામાં આવી હતી. સાંજે 7:00 વાગે આમ નિયાઝનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્‍યો હતો. જેમાં દીવ ઘોઘલા તથા આજુબાજુના લોકો આ નિયાઝમાં હાજરી આપી હતી. હઝરત બાબા ગૌરના મુંજાવાર તરીકે અનીસ ભાઈ ઈમરાનભાઈ આવેશભાઈએ હઝરત બાબા ગૌરની મુંજાવર કરી હતી. આ ઉર્ષ દરમિયાન વિદેશી પર્યટકો પણ સામિલ થયા હતા.

Related posts

વાપી બલીઠાના નવા સર્વિસ રોડ ઉપર પાર્ક થતા વાહનોની પોલીસે હવા કાઢી નાખ્‍યા બાદ પણ સ્‍થિતિ જૈસે થે

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશના ચાર દાનિક્‍સ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલઃ એકાદ-બેને રૂઆબદાર પોસ્‍ટિંગ તો બીજાને અન્‍ય વિભાગોમાં કામ કરવા મળનારી તક

vartmanpravah

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

vartmanpravah

Leave a Comment