December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હોટલ પેપીલોન મહા રક્‍તદાન કેમ્‍પ યોજાયો: 483 યુનિટ રક્‍તદાન કરી રક્‍તદાતાઓએ કેમ્‍પ સફળ બનાવ્‍યો

રોટરી પરિવાર અને લોહાણા યુવક મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ આયોજન : નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી નેશનલ હાઈવે વૈશાલી ચોકડી પાસે આવેલ હોટલ પેપીલોનમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો. જેમાં ઉત્‍સાહપૂર્વક રક્‍તદાતાઓએ રક્‍તદાન કરતા સાંજે 5 કલાક સુધીમાં 483 યુનિટ રક્‍તદાન થયું હતું.
રોટરી પરિવાર અને લોહાણા મિત્રમંડળ તથાહોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીના પવિત્ર શુભ દિને મહા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેમ્‍પમાં મુખ્‍ય અતિથિ તરીકે રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહીને રક્‍તદાતાઓને પ્રોત્‍સાહન પુરુ પાડયું હતું. રોટરી પરિવાર અને લોહાણા સામાજીક સંસ્‍થાઓના સહકાર અને નોંધનીય પુરુષાર્થ થકી રક્‍તદાન કેમ્‍પ સફળ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે પેપીલોન પરિવાર તેની સામાજીક સેવાના ભાગ રૂપે પ્રતિ વર્ષ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરે છે. રક્‍તદાન મહાદાન છે. જે અનેક જીંદગીનો સંઘર્ષ કરતા દર્દીઓને નવજીવન આપે છે. વાપીમાં રક્‍તદાન કેમ્‍પની સેવાઓ નિરંતર ચાલતી રહે છે.

Related posts

દમણમાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત સપ્તાહ’ અંતર્ગત ટેબલ ટેનિસ અને લંગડીની સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડીની શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું કોવિડ-19નું રસીકરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં હનુમાન જન્‍મોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નીતિન ગડકરીએ વલસાડની સૌપ્રથમ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment