March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફિલ્‍મી સ્‍ટાઈલે 18 કી.મી. પીછો કરી એલસીબીએ દારૂ ભરેલી ઓડી કાર કીકરલાથી ઝડપી

કાર અને દારૂ મળી 16 લાખનો મુદ્દામાલ કબ્‍જે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
પારડી, તા.08: દમણથી દારૂ હેરાફેરી કરવા બુટલેગર હવે મોંઘીદાટ કારનો ઉપયોગ કરવામાં પણ અચકાતા નથી ત્‍યારે ગત રાત્રીના દમણથી એક લકઝરીયસ ઓડી કારમાં દારૂનો જથ્‍થો ભરી નીકળી હતી પરંતુ આ બાબતની માહિતી વલસાડ એલસીબીને મળતા ખડકી હાઈવે એપીકલ હોટલ પાસે વોચ ગોઠવી હતી. અને પોલીસે રોકતા ચાલક પૂર ઝડપે કાર હંકારી મૂકી હતી જેનો પોલીસે પણ ફિલ્‍મી સ્‍ટાઈલે પીછો કરતાં અંદાજે 15 થી 18 કિમીની દોડ બાદ કાર ઝડપાઈ હતી.
વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે ખડકી એપીકલ હોટલ સામે નેશનલ હાઈવે નં.48 પર વોચ ગોઠવી હતી અને એપ્‍લાય ફોર રજીસ્‍ટ્રેશન લખેલી ઓડી કાર આવતા તેને અટકાવવાનો ઈશારો કરતાં કાર ચાલક કારને પૂર ઝડપે હંકારી લઈ ગયો હતો જેનો એલસીબી પોલીસે ફિલ્‍મી સ્‍ટાઈલે પીછો કરતાં કાર ચાલકે પારડી દમણીઝાંપાનો બ્રિજ નીચે ઉતારી યુ-ટર્ન મારી ખડકી તરફ ભગાવી હતી અને મોતીવાડાથી દમણ તરફ હંકારી હતી જેનો પોલીસે સતત પીછો કર્યો હતો અને ક્‍લસર બે માલિક નજીક ફરી કારને આંતરતા કાર ચાલકે પૂર ઝડપે કારને ટર્ન મારી ઉદવાડા સ્‍ટેશન તરફ ભગાવી હતી અને કીકરલા પ્રા શાળા આગળથી સાંકડી ગલીમાં ભાગવા જતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. પોલીસે આ દારૂ ભરેલી ઓડીને પકડવા સતત15 થી 18 કિલોમીટરની આમ તેમ દોડ લગાવી પડી હતી તો બીજી તરફ કાર અથડાયા બાદ પણ ખેપિયો અને ચાલક કાર મૂકી ભાગવા નીકળતા ક્‍લીનર પરેશ નવીનચંદ્ર રાઠોડ રહે.નાની દમણ દુનેઠા મારોલ પાર્ક ઝડપાયો હતો. જ્‍યારે ચાલક હેમંત મોહનભાઈ પટેલ રહે.દમણ ભીમપોર ભાગવામાં સફળ રહ્યો હતો. આ કારમાંથી પોલીસને અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ 768 કિમત રૂા.1,03,200/- નો જથ્‍થો હાથ લાગ્‍યો હતો અને રૂા.15 લાખની ઓડી કાર અને દારૂ મળી રૂા.16,08,700/-નો મુદ્દામાલ કબ્‍જે લેવામાં આવ્‍યો હતો. આ દારૂનો જથ્‍થો વિરલ રાજેશભાઈ પટેલ રહે.દમણ મરવડ અને યશ બાબલો પટેલ રહે.દમણ મોટીવાંકડે ભરાવી આપ્‍યો હોવાનું બહાર આવતા આ બંનેને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે.

Related posts

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

વાપી-વલસાડ યમરાજ બનેલા ખાડા હાઈવેએ વધુ એકનો ભોગ લીધો : મૃત્‍યુઆંક સાત પર પહોંચ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે શાળા પ્રવેશોત્‍સવનો ઉલ્લાસભેર શુભારંભ

vartmanpravah

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ જિ.પં. દ્વારા આયોજીત ગ્રામીણ રમત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં જય સોપાની બારિયાવાડની ટીમ ચેમ્‍પિયનઃ ભાઠૈયા રનર્સ અપ

vartmanpravah

Leave a Comment