Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

હોસ્‍પિટલમાં સારવાર લીધા બાદ યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી તાલુકાના કલસર ગામે બે માઈલ આગળ નવા બિલ્‍ડીંગ નિર્માણનું કામ ચાલે છે ત્‍યાં કપરાડાના ચેપા ગામનો યુવક ધીરુભાઈ શંકરભાઈ ધગળા ઉવ 36 તેના ભાઈ શૈલેષ સાથે પ્‍લમ્‍બરના કામ અર્થે કલસર ખાતે આવ્‍યો હતો અને તે બિલ્‍ડીંગ પાર્કિંગમાં તે નવેક વાગ્‍યે બેસેલો હતો ત્‍યારે ત્‍યાં બિલ્‍ડીંગમાં ટાઈલ્‍સ ફીટીંગનું કામ કરતો જીએસટી ચાપા ધારી પુળ મૂળ રહે ઓરિસ્‍સાનો આવ્‍યો હતો. અને ત્‍યાં જ કામ કરતી મહિલાનું નામ કહી તું તેની સાથે કેમ વાતચીત કરે છે. તેનો મારી સાથે સંબંધ છે. તેવું કહ્યું હતું આ સામે ધીરુભાઈએ પણ જણાવ્‍યુ હતું કે તે મારી સાથે પહેલેથી જ વાતચીત કરતી આવી છે. જેવું કહેતા જીએસટી ચાપા ધારી ઉશ્‍કેરાઈ ગયો હતો અને નાલાયકો ગાળો આપી ઢીક મૂકીથી માર માર્યો હતો. આ ઉપરાંત તેણે ત્‍યાં પડેલી માર્બલની ધારદાર પટ્ટી ધીરુના માથાના ભાગે મારી દીધી હતી, જેને લઈ ધીરુ લોહીલુહાણ થઈ ગયો હતો. અને ફરી બીજીવાર આ મહિલા સાથે વાત કરશે તો તને જાનથી મારી નાંખવાની ધમકીઆપી ચાલી ગયો હતો. આ ઝઘડાનો અવાજ સાંભળી અન્‍ય કામ કરતાં શ્રમિકો ત્‍યાં દોડી આવ્‍યા હતા ને લોહીલુહાણ બનેલા ધીરુભાઈને 108 એમ્‍બુલન્‍સ મારફતે સારવાર માટે પારડી ઘ્‍ણ્‍ઘ્‍ બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખસેડાયો હતો. જ્‍યાં હોસ્‍પિટલમાંથી રજા લીધા બાદ ધીરુભાઈએ પારડી પોલીસ મથકે આવી સમગ્ર બાબતની જાણ કરી ફરિયાદ નોંધાવી છે.

Related posts

રાષ્‍ટ્રીય શાળા રમત-ગમત સ્‍પર્ધા-2023 દમણમાં જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ: દમણ જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ સક્રિયપણે લીધેલો ભાગ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા ઉપર યુવાનની કરપિણ હત્‍યાનો ભેદ ઉકેલાયો : કુહાડીથી ઘા કરનાર મુખ્‍ય આરોપી હજુ ફરાર

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડ પર મંથર ગતિએ કામ ચાલતા વાહનચાલકોને વેઠવા પડી રહેલી ભારે હાલાકી

vartmanpravah

ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં હજારો હેક્‍ટર પાક ધોવાણ બાદ સહાય જાહેરાતથી ખેડૂતોમાં ખુશી : માર્ગદર્શન અને ફોર્મના ફાંફા

vartmanpravah

Leave a Comment