December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

કાર્યક્રમ દરમિયાન અગ્નિશમનમાં સેવા બજાવતા વિવિધ રાજ્‍યોના શહિદ થયેલા ફાયર જવાનોને યાદ કરી એસડીપીઓ મનસ્‍વી જૈને આપેલી શ્રદ્ધાંજલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
દીવ ખાતે અગ્નિશમન દિવસ નિમિત્તે આજથી અગ્નિશમન સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
દર વર્ષની જેમ આજરોજ 14 એપ્રિલના દિવસે અગ્નિશમન દિવસની ઉજવણીના ભાગરૂપે સવારે 10.00 કલાકે દિવ ફાયર સ્‍ટેશન ખાતે અગ્નિશમન દરમિયાન શહિદ થયેલા ફાયર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
દીવ એસડીપીઓ મનસ્‍વી જૈનની અધ્‍યક્ષતામાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અગ્નિશમનમાં સેવા બજાવતા વિવિધ રાજ્‍યોમાં ફાયર જવાનો શહિદ થઈ ગયા હતા. તે શહિદોની જાણકારી એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈને આપી હતી. સાથે સાથે ઉપસ્‍થિત દરેક જવાનોને અગ્નિશમન દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.
આ પ્રસંગે એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈન, ફાયર ઓફિસર કિશોર પટેલ તથા ઉપસ્‍થિત તમામ જવાનોએ શહિદોને પુષ્‍પ અર્પણ, બે મિનિટનું મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલી આપી શહિદોને યાદ કર્યા હતા. આજથી અગ્નિશમન સેવા સપ્તાહનો પ્રારંભ કરવામાંઆવ્‍યો હતો અગ્નિશમન દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Related posts

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah

ધરમપુરના માલનપાડાની મોડલ સ્‍કૂલમાં ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીરના સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

vartmanpravah

દાનહ જિ.પં. દ્વારા બિન્‍દ્રાબિન ખાતે યોજાયેલા સમૂહલગ્ન સમારંભમાં 7પ દંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

વલસાડ સાંસદ ધવલ પટેલે દિલ્‍હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી રાજકીય અને વહીવટી ચર્ચા કરી

vartmanpravah

Leave a Comment