October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ-ખાનવેલ રોડ પર મંથર ગતિએ કામ ચાલતા વાહનચાલકોને વેઠવા પડી રહેલી ભારે હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીના સેલવાસ-ખાનવેલ મુખ્‍ય રસ્‍તા પર મસાટ, સામરવરણી ગામે એક સાઈડ પરનો રસ્‍તો આખો ખોદીનાંખવામાં આવેલ છે જેના કારણે નાના મોટા દરેક વાહન ચાલકોને ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો છે. હાલમાં જે વૈકલ્‍પિક સિંગલ રસ્‍તો ચાલુ છે એ પણ જર્જરિત હોવાના કારણે વાહનચાલકોને જાણે કે ઊંટની સવારી કરતા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. મસાટ અને સામરવરણી ગામમાં રસ્‍તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે વરસાદી પાણીની ગટરનું કામ પણ એક સાથે ચલાવાઈ રહ્યું છે જેના કારણે જૂની માટી અને મોર્રમ કાઢી નવી માટી નાંખવાની કામગીરી માટે જેસીબી અને હાઈડ્રોલિક મશીન દ્વારા કામ ચાલી રહ્યું છે જેથી ભારે માત્રામાં ધૂળ પણ ઉડતી હોવાથી બાઈકચાલકો સહીત પગપાળા જતા લોકોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે.
આ રસ્‍તાનું કામ મંથરગતિએ ચાલતુ હોવાને કારણે અગવડતાનો સામનો કરી રહેલા વાહનચાલકો અને લોકોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ-દમણ ખાતેની ઐતિહાસિક જનસભા-રેલીનો રાજકીય ફાયદો શાસક ભાજપ ઉઠાવી શકશે?

vartmanpravah

વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલના અવશેષો મળી આવ્‍યા

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં ટ્રેડ લાયસન્‍સ પોલીસી લાગુ કરવા સામાજીક કાર્યકર્તા સુધીર રમણ પાઠકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

વાપી પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયો

vartmanpravah

દમણમાં આજે વિશ્વ મત્‍સ્‍યપાલન દિવસની થનારી ઉજવણી : સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment