October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં હજારો હેક્‍ટર પાક ધોવાણ બાદ સહાય જાહેરાતથી ખેડૂતોમાં ખુશી : માર્ગદર્શન અને ફોર્મના ફાંફા

ઉતાવળીયો સર્વે સરકારે કરી દીધો પરંતુ સહાય ક્‍યાંથી કેવી રીતે મળશે તેની જાણ ખેડૂતોને નથી કેટલાક ખેડૂતને ફોર્મ પણ મળ્‍યા નથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
વલસાડ જિલ્લા સહિત પડોશી નવસારી, ડાંગ જિલ્લામાં સતત 10 દિવસ પડેલા મુશળધાર વરસાદે સૌથી વધારે ખાનાખરાબી અને પાયમાલી ખેડૂતોને થઈ છે. માંડ ખેતીનો પ્રારંભ થયો. જરૂરી રોપણી, વાવણી ખેડૂતોએ કરી લીધી. બાદમાં થોડા જ અંતરાલમાં અતિવૃષ્‍ટિએ માજા મૂકી પરિણામે ખેડૂતોના હજારો હેક્‍ટર પાકોનુંધોવાણ થયું અને પાક નષ્‍ટ થઈ ગયા છે. ખેડૂતોને થયેલ નુકશાન અંગે સરકારે વળતર આપવૌ સર્વેની કામગીરી હાથ પણ ધરી દીધી. ઉતાવળીયો સર્વે કરી પણ લેવાયો પરંતુ વળતર ક્‍યાંથી, કેમ મેળવવું ? તે અંગે કોઈ માર્ગદર્શન ખેડૂતોને મળ્‍યુ નથી તેમજ કેટલાક ખેડૂતો સુધી વળતર અંગેના ફોર્મ પહોંચ્‍યા નથી તેમજ સર્વેની કામગીરીથી વંચિત રહ્યા હોવાથી ખેડૂત આલમમાં વ્‍યાપક ફરિયાદો ઉઠી રહી છે.
વલસાડ તેમજ પડોશી નવસારી, ડાંગ જિલ્લામાં થયેલી અતિવૃષ્‍ટિ બાદ સરકારે હાથ ધરાયેલ પાક ધોવાણ સર્વે મુજબ વલસાડ જિલ્લાના 283 ગામોમાં 6348 હેક્‍ટર પાકનું ધોવાણ થયું છે તે મુજબ ડાંગના 310 ગામોમાં 20807 હેક્‍ટર અને નવસારી જિલ્લામાં 387 ગામોમાં પાક ધોવાણ થયું છે. આ બાબતનો સર્વે જરૂર થયો પરંતુ આગળનું માર્ગદર્શન ખેડૂતો પાસે નથી. સર્વે અને વળતરની ખુશી છે. લાખોના નુકશાન સામે સરકાર જે કંઈ પણ વળતર આપે તેમાં ખેડૂત રાજી છે પરંતુ આગળની પ્રોસેસથી ખેડૂતો જાણતા નથી. કેટલાક ગામોના ખેડૂતો સુધી હજુ સર્વે પહોંચ્‍યો પણ નથી અને વળતરના ફોર્મ પણ પહોંચ્‍યા નથી ત્‍યારે જિલ્લા ખેતીવાડી વિભાગ આ અંગે ગંભીરતા દાખવી જગતના તાતને સહાયરૂપ થાય તેવી માંગણી થઈ રહી છે.

Related posts

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ત્રિ-દિવસીય દમણ મુલાકાતનો આરંભ

vartmanpravah

વાપી બલીઠા વિસ્‍તારમાંથી સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી નાસિકમાં ઝડપાયો

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા ‘‘યોગ- મહિલા સશક્‍તિકરણ -2024 આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની ઉત્‍સાહસભર કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણની સહેલગાહે આવેલા સુરતના પાંચ પૈકી ત્રણ પ્રવાસીઓ લાઈટ હાઉસ પાસે સમુદ્રમાં ડૂબ્‍યા

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

Leave a Comment