Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા એસજીએફ વુમન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટ સીઝન-2નું આયોજન સ્‍કાઉટ ગાઈડ સહસચિવ શ્રસ નેમિશ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ ટૂર્નામેન્‍ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં મુખ્‍ય અતિથિ તરીકે દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા ઉપસ્‍થિત રહી ફાઈનલમાં મેચ રમી રહેલ દરેક ખેલાડીઓને શુભકામના પાઠવી હતી.
ટૂર્નામેન્‍ટમાં ચેમ્‍પિયન બનેલ વાપીની એફ.સી. ટીમને અને રનર્સઅપ રહેલ એંજલ એફ.સી.ને ઉદ્યોગપતિ શ્રી ધવલભાઈ અરવિંદ પટેલના હસ્‍તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્‍યારે કળષ્‍ણા કેન્‍સર એડ એસોસિએશનના અધ્‍યક્ષ મીના તંવર દ્વારા દરેક ખેલાડીઓને મેડલ અને દાનહ સ્‍કાઉટ ગાઈડ શર્મિષ્ઠા દેસાઈએ ખેલાડીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ટૂર્નામેન્‍ટના આયોજન માટે સેલવાસ સાયકલ મેયર સ્‍વરૂપા શાહગાઈડ કેપ્‍ટન રૂબીના સૈયદ, દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ સભ્‍ય સ્‍તુતિ ગર્ગ, રાહુલ શાહ અને અંજલિ પાટીલનો વિશેષ સહયોગ રહ્યો હતો.

Related posts

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

vartmanpravah

વલસાડમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે : 1ર વિવિધ સમાજના 154 જોડા પ્રભુતામાં પગલાં પાડશે :સમૂહ લગ્નમાં મુખ્‍યમંત્રી સહિત પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત રક્‍તદાન કેમ્‍પ યોજાયો, 71 બોટલ એકત્ર થઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

Leave a Comment