July 31, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ચાર રસ્‍તા ઉપર યુવાનની કરપિણ હત્‍યાનો ભેદ ઉકેલાયો : કુહાડીથી ઘા કરનાર મુખ્‍ય આરોપી હજુ ફરાર

સલમાનની કુહાડીના ઘા કરનાર હત્‍યારા સઈદના પિતા અનવર અને એક સગીરની કરાઈ ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વાપી હાઈવે ચાર રસ્‍તા ઉપર ગત શનિવારે સાંજે વતનની અદાવતમાં બોસ્‍ટન ટી સ્‍ટોલ સામે એક યુવાન ઉપર ઉપરા-ઉપરી કુહાડીના ઘા કરી ક્રુર હત્‍યા કરી હતી. આ હત્‍યાનો ભેદ પોલીસે ઉકેલ્‍યો છે. હત્‍યા કરનાર મુખ્‍ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે પરંતુ તેના પિતા અને એક સગીરને પોલીસે ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી ડુંગરામાં રહેતો ઈન્‍તઝાર શેખ ઉર્ફે સલમાન 20 દિવસ પહેલાં વતન યુ.પી. ગયો હતો ત્‍યાં બહેન શબનમ અને પુત્રી સિમરન સાથે ઝઘડો થયો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઝઘડાની અદાવત રાખી મામા-ફોઈના સબંધી થતા ભાણીયા સઈદ અને તેના ભાઈ તથા પિતા અનવર શેખ 1400 કિ.મી. દૂરથી અદાવતનો બદલો લેવા વાપી આવેલા સઈદે શનિવારે સાંજે 6 વાગ્‍યાના સુમારે બોસ્‍ટન ટી સ્‍ટોર્સ ચાર રસ્‍તા વાપી ચા પી રહેલ સલમાન ઉપર કુહાડીના ચાર પાંચ ઘા ઝીકી હત્‍યા કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ હતી તે ફૂટેજને આધારે પોલીસેસઈદના પિતા અનવર શેખ અને સગીરે મદદગારી કરી હતી તે બદલ હાઈવે ઉપરથી બાતમી આધારે ગત સાંજે ઝડપી લીધા હતા. જ્‍યારે મુખ્‍ય આરોપી સઈદ બાઈક ઉપર ફરાર થઈ ગયેલ તે બન્નેને પોલીસ શોધી રહી છે. ગણતરીના કલાકોમાં પોલીસને યુવાનની કરપીણ હત્‍યાનો ભેદ ઉકેલવાની સફળતા મળી છે.

Related posts

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

vartmanpravah

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.12 થી 13 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

સરકારી પ્રાથમિક -ઉચ્‍ચ પ્રાથમિક શાળા ઝરીમાં શિક્ષક દિનની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment