Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

15 સભ્‍યોનું કદ ધરાવતી સેલવાસ ન.પા.માં ભાજપના 9 કાઉન્‍સિલરો પૈકી 3 મહિલા
કવિતા સિંઘ, રજની શેટ્ટી અને મંજુલા પટેલ પૈકી કોઈ એક પ્રમુખ અને ઉપ પ્રમુખ બની શકે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: આવતી કાલે સેલવાસ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. દમણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખ પદની દાવેદારી એક દિવસ પહેલાં એટલે કે, આજે સાંજે 5:00 વાગ્‍યા સુધી રજૂ કરવાનું મુકરર કરાયેલું હતું. પરંતુ સેલવાસ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાશે.
સેલવાસ નગરપાલિકાના 15 સભ્‍યોની સભ્‍ય સંખ્‍યામાં ભાજપના પ્રતિક ઉપર 9 સભ્‍યો ચૂંટાયેલા છે અને જનતા દળ(યુ)ના એકાદ સભ્‍યને બાદ કરતા તમામે ભાજપને સમર્થન પણ આપેલું છે. સેલવાસ નગરપાલિકાની પ્રથમ ટર્મ માટે પ્રમુખ અને ઉપ પ્રમુખના બંને પદ ઉપર પુરૂષ સભ્‍યોની નિયુક્‍તિ કરી હતી. તેથી આ વખતે પ્રમુખ અને ઉપ પ્રમુખના પદ ઉપર મહિલાઓની દાવેદારી વધુ પ્રબળ દેખાય છે.
ભાજપ તરફથી વોર્ડ નં.4ના શ્રીમતી કવિતાબેન અબ્‍બલ સિંઘ, શ્રીમતી રંજનબેન ગોવિંદભાઈ શેટ્ટી અને શ્રીમતી મંજુલાબેન અશ્વિનભાઈ પટેલ મહિલા સભ્‍યોનું પ્રતિનિધિત્‍વ કરે છે. જે પૈકી શ્રીમતી કવિતાબેન અબ્‍બલ સિંઘ ઉત્તર ભારતીયની સાથે સ્‍થાનિક અનુ.જાતિ સમાજનું પણ પ્રતિનિધિત્‍વ કરે છે. કારણ કે, શ્રીમતી કવિતાબેન અબ્‍બલ સિંઘે લગ્ન અનુ.જાતિ માહ્યાવંશી સમાજમાં કરેલ છે. જ્‍યારે શ્રીમતી રજનીબેન ગોવિંદભાઈ શેટ્ટી દક્ષિણ ભારતીયનું પ્રતિનિધિત્‍વ કરવા સાથે તેમના પતિ શ્રી ગોવિંદભાઈ શેટ્ટીની આદિવાસી સમુદાયમાં પણ સારી પકડ હોવાનું માનવામાં આવે છે. તેમજ તેઓ વેપારી વર્ગમાં પણ લોકપ્રિય છે. જ્‍યારે શ્રીમતી મંજુલાબેન અશ્વિનભાઈ પટેલ આદિવાસી સમુદાયના હોવાની સાથે પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલના ભાભી પણ છે. તેથી આ ત્રણેય મહિલાઓ પૈકી કોઈ એકને પ્રમુખ અને ઉપપ્રમુખ નશીબ થવાની સંભાવના સૌથી વધુ છે.

Related posts

સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્‍થાપના

vartmanpravah

વાપી રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવમાં પૂર્વ મિસ ઈન્‍ડિયા સિમરન આહુજાની સેલીબ્રીટી એન્‍ટ્રી

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરના દુર્ગમ વિસ્‍તાર ઉલસપેંડી ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્‍યા

vartmanpravah

દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્‍ટ મહિલા ગ્રામ સભા

vartmanpravah

વાપી સેવા મંડળ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ શરૂ

vartmanpravah

Leave a Comment