Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં દમણ-દીવનું 64.74 ટકા પરિણામઃ 34.21 ટકા સાથે પરિયારી વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ

સરકારી શાળામાં દમણવાડા હાયર સેકન્‍ડરી સ્‍કૂલનું સૌથી વધુ 90.91 ટકા પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામજાહેર કરવામાં આવ્‍યું હતું, જેમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવનું એકંદરે પરિણામ ગત વર્ષ કરતાં ઘણું સારૂં હતું. જ્‍યારે વર્ષ 2022ની પરીક્ષાનું દમણનું પરિણામ 56.62 ટકા અને દીવનું 54.16 ટકા રહ્યું હતું. આ વર્ષે 2023માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ અનુક્રમે 67.27 અને 58.43 ટકા આવ્‍યું છે. દમણ અને દીવ જિલ્લાની પરીક્ષાના પરિણામ ઉપર નજર કરીએ તો આ વખતે 64.74 ટકા પરિણામ આવ્‍યું છે. દમણ-દીવની ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ટોપર્સ વિશે વાત કરીએ તો, અવર લેડી ઑફ ફાતિમા સ્‍કૂલની અક્ષિતા અક્ષયકુમાર મહાપાત્રાએ 93.50 ટકા માર્ક્‍સ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં ટોપ કર્યું છે. આ વખતે પરિણામમાં દમણના વિદ્યાર્થીઓએ પ્રથમ અને તૃતીય સ્‍થાન મેળવ્‍યું છે જ્‍યારે દીવના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું છે. બોર્ડના પરીક્ષાના પરિણામો પરથી અંદાજ આવી શકે છે કે શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને લઈને વધુ સક્રિય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી 28 માર્ચ, 2023 દરમિયાન લેવાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્‍યું હતું, જેમાં ગુજરાતનું પરિણામ 64.62 ટકા આવ્‍યું હતું. જ્‍યારે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવનું કુલપરિણામ 64.74 ટકા આવ્‍યું છે, જે ગયા વર્ષ કરતાં વધુ મજબૂત છે. આજે જાહેર થયેલા પરિણામો અનુસાર દમણ જિલ્લામાંથી કુલ 1720 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1157 વિદ્યાર્થીઓ સફળ થયા હતા અને 563 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ રીતે દમણ જિલ્લાનું કુલ પરિણામ 67.27 ટકા આવ્‍યું છે અને દીવ જિલ્લામાં કુલ 688 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 402 સફળ અને 286 નાપાસ થયા હતા. જેના કારણે દીવ જિલ્લાનું પરિણામ 58.43 ટકા જેટલું નોંધાયું છે.
દમણ અને દીવ સહિત કુલ 2408 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી 1559 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્‍યારે 849 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. બંને જિલ્લાનું સંયુક્‍ત પરિણામ 64.74 ટકા આવ્‍યું છે જે ગત વર્ષ કરતાં વધુ છે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત રંગ લાવી
દાદરા નગર હવેલી અને દમણ-દીવના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સખત મહેનત કરી છે. જેમાં દરેકના પ્રયાસો સરાહનીય છે. વાલીઓએ પણ સહકાર આપ્‍યો છે. તેથી જ પરીક્ષાનું આટલું સારૂં પરિણામ આવ્‍યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત તાલીમ શિબિરોના પણ સકારાત્‍મક પરિણામો જોવા મળ્‍યા છે.
દમણ-દીવ ટોપર
આજે જાહેર કરાયેલ ગુજરાત માધ્‍યમિક શિક્ષણબોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના પરિણામોમાં કેન્‍દ્રશાસિત પ્રદેશ દમણ-દીવમાં મોટી દમણની અવર લેડી ઓફ ફાતિમા સ્‍કૂલની વિદ્યાર્થીની અક્ષિતા અક્ષયકુમાર મહાપાત્રાએ 93.50 ટકા માર્ક્‍સ સાથે ટોપ કર્યું છે. બીજી તરફ નિર્મલા માતા હાઈસ્‍કૂલની વિધિ કમલેશ જેઠવાએ 91.17 ટકા માર્કસ સાથે દ્વિતીય અને શ્રી માછી મહાજન ગુજરાતી માધ્‍યમ સ્‍કૂલના માળી રાહુલ ઓમપ્રકાશે 91 ટકા માર્કસ સાથે ત્રીજું સ્‍થાન હાંસલ કરી સિદ્વી મેળવી પ્રદેશનું નામ રોશન કર્યું છે. દમણની શાળાઓમાં સ્‍વામી વિવેકાનંદ હિન્‍દી માધ્‍યમની શાળા 100 ટકા પરિણામ સાથે શ્રેષ્ઠ રહી હતી, જ્‍યારે પરિયારી વિદ્યાલયનું પરિણામ સૌથી ઓછું 34.21 ટકા હતું.
દમણની શાળાઓનું પરિણામ ટકાવારીમાં આ મુજબ છે
મોટી દમણ સરકારી શાળાનું પરિણામ 63.64, ડાભેલ શાળાનું પરિણામ 48.19, કચીગામનું પરિણામ 64.10, ઝરીનું પરિણામ 53.49, ભીમપોરનું પરિણામ 82.43, દમણવાડાનું પરિણામ 90.91, વરકુંડનું પરિણામ 53.33, નાની દમણનું પરિણામ 43.5, અંગ્રેજી માધ્‍યમનું પરિણામ 42.7. પરિણામ 70.97, પટલારાનું પરિણામ 72.73 , મરવડનું પરિણામ 43.75, શ્રી માછી મહાજન અંગ્રેજી માધ્‍યમનું પરિણામ 81.14, પબ્‍લિક સ્‍કૂલનું પરિણામ 37.84, અવર લેડી ઓફફાતિમાનું પરિણામ 87.79, જ્‍યારે ખાનગી શાળાઓમાં શ્રી માછી મહાજન ગુજરાતી શાળાનું પરિણામ 65.85, શ્રીનાથજી શાળાનું પરિણામ 75.56, સ્‍ટેલા મેરિશનું પરિણામ 63.73, ત્રિપુટીનું પરિણામ 73.6 ટકા આવ્‍યું છે. દિવ્‍ય જ્‍યોતિ અંગ્રેજી માધ્‍યમનું પરિણામ 83.96, દિવ્‍ય જ્‍યોતિ હિન્‍દી માધ્‍યમનું પરિણામ 76.92, શ્રી સ્‍વામિનારાયણનું પરિણામ 67.92, સ્‍વામી વિવેકાનંદ હિન્‍દી માધ્‍યમનું પરિણામ 100 અને સ્‍વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્‍યમનું પરિણામ 80 ટકા અને અમન વિદ્યા નિકેતનનું પરિણામ 88 ટકા, સન વિદ્યાનિકેતનનું પરિણામ 84 ટકા આવ્‍યું છે, જ્‍યારે ચેમ્‍પ્‍સ સ્‍કૂલનું 75 ટકા રહ્યું હતું.

ગુજરાત એસ.એસ.સી. બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સમગ્ર પ્રદેશમાં અવ્‍વલ

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ શાળાના પ્રિન્‍સિપાલ અને શિક્ષકોને આપેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : ગુજરાત એસ.એસ.સી. બોર્ડના જાહેર થયેલા પરિણામમાં સતત ત્રીજા વર્ષે પણ દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલ 90.91 ટકા સાથે પ્રથમ આવતાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શાળામાં કુલ 22 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 20 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં પ્રથમ શ્રેણીમાં 9 અને દ્વિતીય શ્રેણીમાં 11 વિદ્યાર્થીઓ સફળ થયા છે.
દમણવાડા હાયર સેકન્‍ડરી સ્‍કૂલે દમણ જિલ્લામાં વગાડેલા ડંકા બદલ સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ શાળાના આચાર્ય શ્રી હરેન્‍દ્રભાઈ સી. પાઠકના સમર્પણ અને દિશા-નિર્દેશ સાથે શાળાના શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત ચીખલી તાલુકાના ગોડથલ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સંજયભાઈ પ્રવીણભાઈ પટેલને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવ્યો

vartmanpravah

દિલ્હી IIT ખાતે ઉન્નતિ મહોત્સવમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજની ઈનોવેટિવ ટેકનોલોજીની પસંદગી

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

લગભગ ત્રણ વર્ષ પહેલાં બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્‍ત કર્યા બાદ મળી રહેલું પરિણામ : દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.ની દિશા અને દશા સુધારવા સફળ રહેલા સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment