Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત આજે દમણ ન.પા.ના પ્રમુખ તરીકે પારસી સમુદાયના અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે આદિવાસી સમાજના રશ્‍મિ હળપતિ બિરાજમાન થશે

  • ભાજપ હાઈકમાન્‍ડે જારી કરેલો મેન્‍ડેટ

  • વિરોધ પક્ષ તરફથી પ્રમુખ અને ઉપ પ્રમુખની દાવેદારી નહીં કરાતાબિનહરિફ વિજયની આજે માત્ર ઔપચારિક જાહેરાત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દમણ નગરપાલિકાની બીજી ટર્મના પ્રમુખ તરીકે અઢી વર્ષ માટે શ્રી અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે શ્રીમતી રશ્‍મિ હળપતિના નામનું મેન્‍ડેટ આજે ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આપવામાં આવ્‍યું હતું. જિલ્લા કલેક્‍ટર અને ચૂંટણી અધિકારીએ પ્રમુખ અને ઉપ પ્રમુખ પદની ચૂંટણી માટે દાવેદારી કરવાની સમયમર્યાદા આજે સાંજે 5:00 વાગ્‍યા સુધીની નિર્ધારિત કરી હતી અને આવતી કાલે ચૂંટણીની તારીખ મુકરર છે.
આજે પ્રમુખ અને ઉપ પ્રમુખની દાવેદારી ફક્‍ત ભાજપ દ્વારા કરાતા આવતી કાલે પ્રમુખ પદ માટે શ્રી અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે શ્રીમતી રશ્‍મિ હળપતિની ઘોષણાની માત્ર ઔપચારિકતા બાકી રહી છે.
આજે ભાજપ હાઈકમાન્‍ડે પ્રમુખ પદે શ્રી અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે શ્રીમતી રશ્‍મિ હળપતિના નામની જાહેરાત કરી રાજકીય રીતે ખુબ જ પરિપક્‍વ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
દમણ નગરપાલિકામાં પહેલી વખત એક પારસી અધ્‍યક્ષ તરીકે શ્રી અસ્‍પીભાઈ દમણિયાની નિમણૂક થઈ છે, જ્‍યારે ઉપ પ્રમુખ પદે દમણ નગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ આદિવાસી તરીકે શ્રીમતી રશ્‍મિબેન હળપતિ નિમાયા છે.
આ પ્રસંગે ભાજપ હાઈકમાન્‍ડના પ્રતિનિધિ તરીકે પૂર્વ પ્રદેશ ભાજપઅધ્‍યક્ષ શ્રી બી.એમ.માછી, શ્રી બાલુભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા ઉપસ્‍થિત રહ્યા હતા. દમણ નગરપાલિકાના નિવર્તમાન થનારા અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ અને ઉપ પ્રમુખ શ્રી આશિષભાઈ ટંડેલ તથા ભાજપના તમામ કાઉન્‍સિલરો ઉપસ્‍થિત રહ્યા હતા.
વિરોધ પક્ષ તરફથી કોઈએ પણ પ્રમુખ કે ઉપ પ્રમુખ પદ માટે દાવેદારી કરી નથી, તેથી આવતી કાલે પ્રમુખ પદ માટે શ્રી અસ્‍પીભાઈ દમણિયા અને ઉપ પ્રમુખ તરીકે શ્રીમતી રશ્‍મિબેન હળપતિની બિનહરિફ વિજેતા તરીકે સત્તાવાર ઔપચારિક જાહેરાત જ બાકી રહી છે.

Related posts

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બુધ ગુરુવારના રોજ સાગર સુરક્ષા કવચ હેઠળ યોજાયેલુ મોક ડ્રિલ

vartmanpravah

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

દમણ જિલ્લા આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધાનું થઈ રહેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment