Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહની સર્વાંગી સમૃદ્ધિ અને વિકાસના વિશ્વાસ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય મુલાકાત સંપન્ન

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મુલાકાતથી કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોમાં આવેલી ગતિઃ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થવાનો ભરોસો

  • પ્રશાસકશ્રીની દાનહ મુલાકાતથી લોકોમાં જાગેલો જુસ્‍સોઃ પેદા થયેલી નવી આશા અને અપેક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની આજે ત્રિ-દિવસીય દાદરા નગર હવેલી મુલાકાત વિકાસનો વિશ્વાસ અને પ્રદેશની સર્વાંગી સમૃદ્ધિના રણટંકાર સાથે સંપન્ન થઈ હતી.
પ્રશાસકશ્રીએ આજે દાદરા નગર હવેલી મુલાકાતના છેલ્લા પડાવમાં દપાડા, ખાનવેલ, દૂધની અને કૌંચામાં પંચાયત ઘરો સહિત અન્‍ય વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રવેશ દ્વાર, ચેકડેમ અને છાત્રાલયનું નિરીક્ષણ કરી પ્રશાસનિક અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને ગુણવત્તાપૂર્ણ રીતે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ પણ આપ્‍યો હતો.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દપાડા, કૌંચા, દૂધની, રૂદાના, સિંદોની, ખેરડી, સુરંગી, માંદોની અને આંબોલીમાં નવનિર્મિત પંચાયત ઘરોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સાતમાલિયા અને ખેડપામાં પ્રવેશ દ્વાર, આયુષ હોસ્‍પિટલ, ખાનવેલ રિવરફ્રન્‍ટ, ખાનવેલ ચારરસ્‍તા, ખાનવેલ એસડીએચ, ખાનવેલ-દૂધની રોડ, ઈએમઆરએસ સેલ્‍ટી, દૂધની રિસોર્ટ સાઈટ, ખેડપા-ખાનવેલ રોડ, તલાવલી પ્રવાસન સ્‍થળ, તિનોડા અમૃત સરોવર, રૂદાના મરાગપાડા ચેકડેમ, રૂદાના અમૃત સરોવર, બેસદા, વાંસદા, સિંદોની સિડની પાડા ચેકડેમ, આંબોલી હોસ્‍ટેલ, સુરંગી સુગર ફેક્‍ટરી સ્‍થળ, સુરંગી અમૃત સરોવર, સુરંગી પોલીસ ચોકી, સુરંગી પોલ્‍ટ્રી સાઈટ, દપાડા-સુરંગી-વેલુગામ રોડ, વેલુગામ ઓઆઈડીસી ભૂમિ, ખેરડી પોલ્‍ટ્રી ફાર્મ તથા ખાનવેલ-ખેરડી રોડનું નિરીક્ષણ કર્યું હતું.
ગઈકાલે પ્રશાસકશ્રીએ પોતાની દાનહ મુલાકાતના બીજા દિવસે યાત્રી નિવાસ, શહિદ ચોક મેદાનનું કામ, પંચાયત માર્કેટ, સેન્‍ટ્રલ પાર્ક, પિપરીયા રોડ, ડોકમરડી ગૌશાળા, ડોકમરડી ઓડિટોરિયમ, એ.પી.જે. કોલેજ, શાકભાજી માર્કેટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગલોન્‍ડા કિલવણી, રાંધા પંચાયત ઘર, રાંધા જેલ, રાંધા ટ્રાઈબલ હોસ્‍ટેલ, રાંધા ટુરિઝમ સાઈટ, સાયલી પંચાયત ઘર, સાયલી-રખોલી માર્ગ, ખડોલી ખાનવેલ રોડ સહિત અન્‍ય નિર્માણાધિન વિકાસકાર્યોનું નિરીક્ષણ કરી પ્રશાસનિક અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતથી વિવિધ પ્રોજેક્‍ટો સમય મર્યાદામાં પૂર્ણ થવાની આશા સાથેલોકોમાં પ્રશાસન પ્રત્‍યેનો વિશ્વાસ પણ ગાઢ બનવા પામ્‍યો છે.

Related posts

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

ધો.12 સાયન્‍સ વાપી કેન્‍દ્રનું પરિણામ 45.59 ટકા

vartmanpravah

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

નાનાપોઢામાં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment