October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધો.12 સાયન્‍સ વાપી કેન્‍દ્રનું પરિણામ 45.59 ટકા

કેન્‍દ્રમાં કુલ 1384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં 631 પાસ 756 નાપાસ થયા : એ-1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી નહીં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગત માર્ચ 2023 માં ગુજરાત રાજ્‍ય ઉચ્‍ચ શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.12 સાયન્‍સની સામાન્‍ય પરીક્ષા યોજાઈ હતી. જેનું પરિણામ આજરોજ મંગળવારે જાહેર કરવામાં આવ્‍યું હતું.
આજે ધો.12 સાયન્‍સનું જાહેર થયેલ પરિણામમાં વાપી કેન્‍દ્રનું પરિણામ નિરાશાજનક રહ્યું હતું. કેન્‍દ્રનું પરિણામ માત્ર 45:49 ટકા હતું. 12 સાયન્‍સની જાહેર પરીક્ષામાં વાપી કેન્‍દ્રમાં કુલ 1387 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તે પૈકી 1384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 1384માંથી માત્ર 631 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્‍યારે 756 વિદ્યાર્થી નાપાસ થયા હતા. સમગ્ર કેન્‍દ્રમાં એ-1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી ઉત્તિર્ણ થયો નહોતો. એકંદરે પરિણામ કંગાલ આવતા વિદ્યાર્થીઓમાં કહી ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો. સવારે બોર્ડની વેબસાઈટ ઉપર સવારે પરિણામ જાહેર કરાયું હતું તેથી પરિણામ જાણવા વિદ્યાર્થીઓ પોતપોતાની સ્‍કૂલમાં વાલીઓ સાથે ટોળે ટોળામાં પહોંચી ગયા હતા.

Related posts

વરકુંડ મોટા ફળિયા ખાતે સાંઈ બાબા મંદિરનું ખાતમુહૂર્ત યોજાયું

vartmanpravah

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

vartmanpravah

દમણના ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ દ્વારા દમણ :એક્‍ઝિક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટને થાપટ મારવાના ગુનામાં વાપીના નૃપાલી બળવંતરાય શાહને 1 વર્ષની કેદ અને રૂા.10હજારના દંડની સંભળાવેલી સજા

vartmanpravah

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

પારડી પલસાણાના ચીટર અસિત ઉર્ફે ગુરુ વિરુદ્ધ લેખિતમાં છેતરપિંડીની રજૂઆત

vartmanpravah

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment