Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

  • બુથના કાર્યકરનું પાર્ટીમાં સૌથી વધુ મહત્ત્વઃ મારો બુથ સૌથી મજબુત બુથ અભિયાનને વેગ આપવા પણ હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04
દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીના સંદર્ભમાં સેલવાસ ખાતે આવેલા કેન્‍દ્રીય રેલવે મંત્રી અને પ્રદેશ ભાજપના ચૂંટણી પ્રભારી શ્રી અશ્વિની વૈષ્‍ણવે આજે કરાડ ગ્રામ પંચાયતના બુથ નં.204માં આયોજીત બુથ સંમેલન અને ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આજના આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત ભાજપના બુથ કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની તસવીર ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ભાજપના ચૂંટણી પ્રભારી શ્રી અશ્વિની વૈષ્‍ણવેકાર્યકર્તાઓને પનારો ચડાવતા જણાવ્‍યું હતું કે, જીવનમાં કોઈપણ કામ નાનું અથવા મોટું નથી હોતું. પ્રધાનમંત્રી પોતાને ચાયવાલા તરીકેની ઓળખ આપતા અચકાતા નથી. તમે દરેક લોકો બુથના કાર્યકર્તા છો. એટલે કે, પાર્ટીનો પાયો તમારી ખાંધ ઉપર છે. દરેક મંત્રી કે મોટા નેતા સૌથી પહેલાં બુથના કાર્યકર્તા છે અને આપણી પાર્ટીએ મારો બુથ સૌથી મજબુત અભિયાન સફળતાપૂર્વક ચલાવ્‍યું હતું.
શ્રી અશ્વિની વૈષ્‍ણવે દરેકનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે તમે મને ‘ચાય પર ચર્ચા’ માટે બોલાવ્‍યો અને પેટા ચૂંટણીમાં ભાજપના કમળને ખિલવવું આ એક જ લક્ષ હોવું જોઈએ એવી સલાહ પણ આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

vartmanpravah

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah

વાપી-ટુકવાડા હાઈવે ઉપર ઘરફોડ ચોરીના ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા : રોકડ, દાગીના, બાઈક મળી રૂા.4.18 લાખનો મુદ્દામાલ કબજે

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

ચીખલીના નોગામા ગામેથી એલસીબી પોલીસે ટેમ્‍પામાંથી આધાર પુરાવા વિનાનો લોખંડના સળિયા ભરેલો ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment