Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોઢામાં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.05: નાનાપોઢામાં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું
વીજ સલામતીની જાગૃતિકેળવવા તથા ખરા અર્થમાં સલામતીનો સંદેશ અંગે જાગૃતિ આવે તે છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા અને અવગત કરાવવા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ નાનાપોંઢા અને કપરાડા પેટા વિભાગીય કચેરી દ્વારા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ રેલીમાં સલામતી અંગેના બેનર સાથે જન જાગૃતિ ફેલાય તે માટે પ્રયત્‍ન કરવામાં આવ્‍યો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની દક્ષિણ ગુજરાત વીજ કંપની નાનાપોંઢા અને કપરાડા પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા ખાતે વીજ સલામતી રેલીનું આયોજન કર્મચારીઓ દ્વારા નેશનલ હાઈવે ચાર રસ્‍તા નાનાપોંઢા બજાર વિસ્‍તારમાં રેલી અને વીજ સલામતીને લગતા સૂત્રો બોલવવામાં આવ્‍યા હતા. આવનારી ચોમાસાની સીઝનમાં વીજ અકસ્‍માત ન થાય તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના માનવંતા ગ્રાહકોમાં વીજ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. નાનાપોંઢા કચેરીના નાયબ ઈજનેર એસ.આર.પટેલ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળતો રહે તે પ્રકારની સેવા, સલામતીની સાથે પૂરી પાડવા કટિબદ્ધ છે. તથા આવનારી ચોમાસાની સીઝનમાં પણ કોઈપણ પ્રકારની આકસ્‍મિક પરિસ્‍થતિમાં પણ ગ્રાહકોને સારી વીજ સેવા આપવા માટે કટિબદ્ધ છે.

Related posts

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 100 દિવસમાં ખેડૂતો પાસે 110.38 કિવન્‍ટલ બીજ ખરીદીનો 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ, 3 ખેડૂતોને રૂા.171089 ચૂકવાયા

vartmanpravah

10 વર્ષપહેલા નિર્માણ પામેલ સેલવાસના આંબેડકર નગરના આવાસની સિલીંગમાંથી પ્‍લાસ્‍ટરનો પોપડો ખરી પડયોઃ સદ્‌નશીબે કોઈને ઈજા કે જાનહાનીની ઘટના ટળી

vartmanpravah

ખરડપાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દે થયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

સોનવાડા ગામે ઘરમાં આગ લાગતા મચી અફરાતફરી

vartmanpravah

પ્રદેશ ભાજપના સેલવાસ જિલ્લા ગ્રામીણ બૂથ સશક્‍તિકરણ અભિયાનના કાર્યનો આરંભ

vartmanpravah

Leave a Comment