સેલવાસ મુલાકાતની સ્મૃતિઓ વાગોળતા દાનહ ભાજપના તે સમયના અડીખમ કાર્યકર્તા જીતેન્દ્રસિંહ દોડિયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2004ના વર્ષમાં લોકસભા ચૂંટણી માટે સેલવાસ આવ્યા હતા. તે વખતે દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી(સ્વ.)અનિલભાઈ પટેલના પ્રચાર અને વ્યવસ્થાનીજવાબદારી દાનહ ભાજપના સ્થાપક પૈકીના એક એવા શ્રી જીતેન્દ્રસિંહ દોડિયા સંભાળતા હતા અને તેમને હાલના પ્રધાનમંત્રી અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની બાજુમાં બેસવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું.
સેલવાસની ગોગ બિલ્ડીંગની સામે યોજાયેલ ભાજપના તે સમયના ઉમેદવાર શ્રી અનિલભાઈ પટેલના સમર્થનમાં સુરતના તત્કાલિન સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત સમયે તે સમયના ભાજપના અડીખમ કાર્યકર અને નેતા શ્રી જીતેન્દ્રસિંહ દોડિયાએ પોતાની સ્મૃતિ તાજી કરી હતી.