January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21
પારડી નેશનલ હાઈવે નંબર 48 પર પોલીસ મથકના સામેના બ્રિજ પર આજે શુક્રવારના રોજ વહેલી સવારે સુરત તરફ જતું એક ટ્રેલર નંબર પ્‍ણ્‍ 15 જ્‍સ્‍ 1386 ના ચાલકને ઝોકું આવી જતા તેણે સ્‍ટેરીંગ પરથી કાબુ ગુમાવ્‍યો હતો અને ધડાકાભેર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં ટ્રેલરનો ચાલક ઝાહીદ ઈલિયાસ ખાન રહે.મુંબઈ ઇજા સાથે કેબિનમાં ફસાઈ જતા હાઈવેથી પસાર થતાં રાહદારીઓ અને 108 એમ્‍બ્‍યુલન્‍સની ટીમે ભારે જહેમતે ચાલકને બહાર કાઢી સારવાર માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખસેડ્‍યો હતો. આ અકસ્‍માતને પગલે ઓવર બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાતા પોલીસે ક્રેન મંગાવી અકસ્‍માત થયેલા ટ્રેલરને સાઈડે કરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.

Related posts

વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલના અવશેષો મળી આવ્‍યા

vartmanpravah

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

વાપી જીઆઈડીસી હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કલર કામ કરતા બે કામદાર પટકાતા એકનું મોત, એક ઘાયલ : કોન્‍ટ્રાક્‍ટર પર હુમલો

vartmanpravah

વાપીનગરપાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ માટે જાહેરનામુ પ્રસિધ્‍ધઃ 14 ડિસેમ્‍બરે ચૂંટણી યોજાશે

vartmanpravah

અ.ભા.વિ.પી.ની ઐતિહાસિક જીવન ગાથા ઉપર આધારિત પુસ્‍તકની સંઘપ્રદેશના કાર્યકર્તાઓએ પ્રશાસકશ્રીને આપેલી ભેટ

vartmanpravah

Leave a Comment