Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાનહમાં જયાપાર્વતી અને અલુણા વ્રતનો પ્રારંભ થયો છે, જેમાં કુંવારીકાઓ સારૂં સ્‍વાસ્‍થ્‍ય અને સારો પતિ મળે તે માટે જ્‍વારાની પૂજા કરે છે. જયા પાર્વતી વ્રતમાં યુવતીઓ, મહિલાઓ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી સૌભાગ્‍ય અનેસુખ-શાંતિની પ્રાર્થના કરે છે. બન્ને વ્રતમાં શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં 5 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે, આ વ્રતમાં કુંવારીકાઓ મીઠા વગરની રસોઈ ખાય ઉપવાસ કરે છે. કુંવારીકા ઘરે જ્‍વારાની સ્‍થાપના કરી વ્રતની શરૂઆત કરી હતી અને આમલી સ્‍થિત રામજી મહાદેવ મંદિર અને લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણ પંડિતોની હાજરીમાં પૂજા-અર્ચના કરી સારો પતિ મળે એવી પ્રાર્થના કરી હતી.

Related posts

વલસાડમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ પોલીસની ગાંધીગીરીઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ચલાનની દંડાત્‍મક કાર્યવાહીની જગ્‍યાએ ગુલાબનું આપેલું ફૂલ

vartmanpravah

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

Leave a Comment